- કોરોના વેક્સીન અંગે રાજ્યમાં યોજાશે મોકડ્રિલ
- ગાંધીનગર અને રાજકોટમાં યોજાશે મોકડ્રિલ
- ગાંધીનગરના 4 સેન્ટર પણ મોકડ્રિલ યોજવામાં આવશે
ગાંધીનગરઃ કોરોના વેક્સીનને લઈ રાજકોટ અને ગાંધીનગરમાં 28 અને 29 ડિસેમ્બરના રોજ મોકડ્રિલ યોજાવાની છે, ત્યારે ગાંધીનગરમાં યોજાનારી મોકડ્રિલ બાબતે કલેક્ટર કુલદીપ આર્યાએ જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં કુલ ચાર સેન્ટરમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવશે. આ સમગ્ર દિવસ દરમિયાન એક વ્યક્તિને રસી આપવા પાછળ કેટલો સમય થાય છે, તે તમામ બાબતો ઉપર પણ અભ્યાસ કરવામાં આવશે, તેનું પણ ખાસ આયોજન કરવામાં આવશે.
ડેટા એન્ટ્રી, રસી લેનારની વિગતો કેટલા સમયમાં ભરી શકાય તે બાબતનું કરવામાં આવશે મેનેજમેન્ટ
એક વ્યક્તિને કોરોના વેક્સીન આપવા માટે કેટલા સમય જાય છે, તેમજ વ્યક્તિને આપવામાં આવે તો તે વ્યક્તિના ડેટા એન્ટ્રી આધાર કાર્ડની એન્ટ્રી તે વ્યક્તિને કોઈ બીમારી છે કે નહીં તે અંગેનો રિપોર્ટ, વેક્સીનનો પ્રથમ ડોઝ અને ત્યાં ત્યારબાદ બીજો ડોઝ ક્યારે આપવામાં આવે તે તમામ પ્રકારની વિગતનો ડેટાબેઝ પણ જે તે સમયે તૈયાર કરવામાં આવશે.
આ ફક્ત એક મોકડ્રિલ
કલેક્ટર કુલદીપ આર્યાએ જણાવ્યું હતું કે, ગાંધીનગર શહેર અને જિલ્લાનો વિસ્તારનો સમાવેશ થઇ શકે તે રીતનું અત્યારે પ્રાથમિક તબક્કે આયોજન કરવામાં આવ્યું છે. આ ફક્ત એક મોકડ્રિલ છે. મોકડ્રિલમાં જે પણ અવ્યવસ્થા જણાશે તે બાબત પર ફોકસ કરીને વ્યવસ્થા કરવામાં આવશે. જે કઈપણ તકલીફ મોકડ્રિલ દરમિયાન સામે આવશે તેના પર વધુ અભ્યાસ કરીને કોઇપણ પ્રકારની સમસ્યા ન સર્જાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.
વેક્સિન માટે ચૂંટણી બુથની જેમ બુથ ઉભા કરવામાં આવશે
જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી દરમિયાન ચૂંટણી બુથ ઉભા કરવામાં આવે છે, તેવી જ રીતે વ્યક્તિ માટે પણ બુથ ઊભા કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ચૂંટણી બુથની જેમ જ બુથ ઉભા કરવામાં આવે તેવી રીતે પણ આયોજન કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ તબક્કામાં 50 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 50 વર્ષથી ઓછી ઉંમરના લોકો કે જેને ગંભીર પ્રકારની બીમારી હોય તેવા લોકોને પ્રથમ તબક્કામાં વેક્સીન આપવામાં આવશે.
કોરોના રસી માટે 29 ડિસેમ્બરે ગાંધીનગર અને રાજકોટમાં યોજાશે મોકડ્રિલ