ગુજરાત

gujarat

By

Published : May 5, 2021, 6:57 PM IST

ETV Bharat / city

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફાયરબ્રિગેડ અને NDRFની ટીમની સામૂહિક મોકડ્રીલ

રાજ્યમાં વારંવાર બનતી કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનાને લઈને બુધવારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ફાયરબ્રિગેડ તેમજ NDRFની ટીમ દ્વારા સામુહિક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફાયરબ્રિગેડ અને NDRFની ટીમની સામૂહિક મોકડ્રીલ
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફાયરબ્રિગેડ અને NDRFની ટીમની સામૂહિક મોકડ્રીલ

  • લાઈવ ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું,
  • PPE કિટ પહેરીને કોવિડ વૉર્ડ પહોંચ્યા જવાનો
  • હોસ્પિટલ્સમાં બનતી આગની ઘટનાઓને લઈને યોજી મોકડ્રીલ

ગાંધીનગર: ભરૂચની કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનાને ધ્યાને લેતા મ્યુનિસિપલ કમિશનરે સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થાને લઈને મુલાકાત લીધી હતી. ટીમ સાથે મળીને તેમણે તમામ વૉર્ડની મુલાકાત લઈને તાગ મેળવ્યો હતો. જ્યારબાદ આજે બુધવારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગર ફાયરની ટીમ તેમજ NDRFની ટીમ પણ પહોંચી હતી. તેમણે PPE કિટ પહેરીને કોવિડ વૉર્ડમાં કેવી રીતે દર્દીઓને દુર્ઘટનામાંથી બચાવી શકાય, તેનો ડેમો આપ્યો હતો.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફાયરબ્રિગેડ અને NDRFની ટીમની સામૂહિક મોકડ્રીલ

કોવિડ દર્દીઓને રેસ્ક્યૂ કરવાની તાલીમ અપાઈ

સિવિલ હોસ્પિટલના કોવિડ વૉર્ડમાં આગની ઘટના બને તો કઈ રીતે દર્દીઓને રેસ્ક્યૂ કરવા તે માટેની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાયરબ્રિગેડની 3 ગાડીઓ આવી પહોંચી હતી. ફાયર અને NDRFના જવાનો PPE કિટમાં કોવિડ વૉર્ડ સુધી પહોંચ્યા હતા. જ્યાંથી 2 દર્દીઓને રેસ્ક્યૂ કરીને સ્ટ્રેચરમાં લવાયા હોવાનો ડેમો આપવામાં આવ્યો હતો.

8 માળ સુધી રેમ્પ હોવાથી રેસ્ક્યૂ કરવામાં સરળતા રહે છે

ગાંધીનગર ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર મહેશ મોઢે કહ્યું હતું કે, ફાયર સેફ્ટીની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં છે. આ પહેલા કમિશન દ્વારા સિવિલની મુલાકાત લેવામાં આવી હતી. જે બાદ ફાયરની ટીમે આગ બુઝાવવાનું કામ કર્યું હતું, જ્યારે NDRFની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. અમે આ પ્રકારે રેસક્યૂ માટે NDRFનો પણ સહયોગ લેતા હોઈએ છીએ. સિવિલમાં 8માં માળ સુધી એક રેમ્પ છે. જેનો ફાયદો એ છે કે, ત્યાંથી સીધા સ્ટ્રેચરથી આ પ્રકારની ઘટનામાં રેસક્યૂ કરવુ સરળ પડે છે.

ABOUT THE AUTHOR

...view details