ગુજરાત

gujarat

ETV Bharat / city

તીડના લોકેશન ટ્રેક કરવામાં મોબાઈલમાં વોટ્સએપનો ઉપયોગ કરાયો...! - વોટ્સએપ લાઈવ લોકોશન

ગાંધીનગર: છેલ્લા થોડા દિવસોથી બનાસકાંઠાના ખેડૂતોની ઊંઘ હરામ કરનારા તીડ પર હવે નિયંત્રણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના પ્રયાસ દ્વારા ખેતરોમાં વહેલી સવારે દવાનો છંટકાવ કરવાથી તીડ પર કાબુ મેળવવામાં આવ્યો છે.

etv bharat
તીડ નિયંત્રણમાં સોશિયલ મીડિયાનો થયો ઉપયોગ, વોટ્સએપ લાઈવ લોકોશન દ્વારા શોધવામાં આવ્યાં તીડ

By

Published : Dec 28, 2019, 6:14 PM IST

Updated : Dec 28, 2019, 7:36 PM IST

બનાસકાંઠા જિલ્લામાં તીડના મોટાપાયે થયેલા આક્રમણને નાથવામાં રાજ્ય સરકારે બહુ સફળતા મેળવી લીધી છે. તીડના આવા ઝુંડ રાત્રે જ્યાં રાતવાસો કરે છે, ત્યાં વહેલી પરોઢથી જંતુ નાશક દવા છાંટવાની સઘન કામગીરી સફળતા પૂર્વક પાર પડતા હવે તીડનો મોટાપાયે નાશ થયો છે.

તીડનાઆ હુમલા સામે જરૂરી રક્ષણાત્મક પગલાં લેવામાં સમયાનુકુલ કોમ્યુનિકેશન માધ્યમ વોટ્સએપ ખુબ જ ઉપયોગી પુરવાર થયું છે. તીડના લોકેશન ટ્રેક કરવામાં ખેતીવાડી વિભાગના ગ્રામ્ય સ્તરના કર્મચારીઓએ વોટ્સએપ લાઈવ લોકેશનનો ભરપુર ઉપયોગ કર્યો હતો.

તીડના લોકેશન ટ્રેક કરવામાં મોબાઈલમાં વ્હોટસઅપનો ઉપયોગ કરાયો

જેમાં જ્યાં તીડના ઝુંડે રાતવાસો કર્યો હોય તેના લોકેશન રાત્રે જ વોટ્સએપના માધ્યમથી તીડ નિયંત્રણ ટીમને પહોંચાડવામાં આવતા જેથી વહેલી પરોઢથી દવા છંટકાવ શરૂ કરી દેવામાં સફળતા મળી છે.ખેતી નિયામક ભરત મોદીના માર્ગદર્શનમાં ખેતી અધિકારીઓ સતત 4 દિવસ 24×7 કાર્યરત રહ્યા છે.

તીડ નિયંત્રણમાં સોશિયલ મીડિયાનો થયો ઉપયોગ, વોટ્સએપ લાઈવ લોકોશન દ્વારા શોધવામાં આવ્યાં તીડ

પુનમચંદ પરમાર કૃષિ સચિવ તીડ નિયંત્રણ માટેની જંતુનાશક દવાની આડ અસરથી ઊબકા ઊલટી માથાનો દુઃખાવો જેવી તકલીફોને અવગણીને પણ કૃષિ વિભાગના કર્મચારીઓએ કૃષિ કલ્યાણ ભાવનાના દર્શન કરાવ્યા છે.

Last Updated : Dec 28, 2019, 7:36 PM IST

ABOUT THE AUTHOR

...view details