ગુજરાત

gujarat

ETV Bharat / city

કેબિનેટમાં લેવાયો મહત્વનો નિર્ણય, ધારાસભ્યો કોવિડ લગતા સંસાધનો તેમની ગ્રાન્ટમાંથી ખરીદી શકશે - ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા

રાજ્યમાં કોરોનાની કથળતી જતી પરિસ્થિતિને ધ્યાનમાં લેતા બુધવારે કેબિનેટમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવેથી ધારાસભ્યો તેમની ગ્રાન્ટમાંથી કોરોનાને લગતા સંશાધનોની ખરીદી કરી શકશે તેવું ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કેબિનેટ બેઠક પછી મીડિયા સમક્ષ જણાવ્યું હતું.

ગાંધીનગર
ગાંધીનગર

By

Published : Apr 28, 2021, 9:28 PM IST

  • કેબિનેટમાં પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો
  • ગ્રાન્ટ બાબતે કલેક્ટરને જાણ કરવાની રહેશે
  • પ્રધાન વાસણ આહીરે મૂક્યો હતો પ્રસ્તાવ

ગાંધીનગર : કોરોનાની કથળતી સ્થિતિને જોતા જુદાજુદા વિસ્તારના ધારાસભ્યોએ પોતાની ગ્રાન્ટમાંથી રકમ ફાળવી કોરોનાના સંશોધન માટે ઉપયોગમાં લેવાય તે પ્રકારના પત્રો સરકારને લખ્યા હતા. જેથી કેબિનેટમાં બુધવારે મળેલી મહત્વની બેઠકમાં ગ્રાન્ટ બાબતે નિર્ણય લેવાયો હતો. હવેથી ધારાસભ્યો ગ્રાન્ટમાંથી સીધી ફાળવણી કોરોનાને લગતા સંસાધન માટે તેમના મત વિસ્તારમાં કરી શકશે.

GMCL દ્વારા જ ગ્રાન્ટ વાપરવાનો નિયમ હટાવવાનો નિર્ણય કરાયો

અગાઉ ધારાસભ્યો તેમને મળતી ગ્રાન્ટનો મેડીકલ ઉપયોગ કરવા ઇચ્છે તો તેમણે જીએમસીએલને ગ્રાન્ટ આપવી પડતી હતી. પરંતુ હવે તેઓ તેમની આ ગ્રાન્ટ સીધી તેમના મત વિસ્તારમાં આપી શકશે. જીએમસીએલ થ્રુ જ ગ્રાન્ટ વાપરવાનો નિયમ હટાવાનો નિર્ણય કેબિનેટમાં કરાયો છે. અગાઉ જે તે ધારાસભ્ય પોતાના મતવિસ્તારમાં મેડિકલ સાધનો માટે રકમ ફાળવી હોય તો પણ નહોતા ફાળવી શકતા જે માટે રાજ્ય સરકાર સામે ક્યારેય હાથ પણ ફેલાવવા પડતા હતા. હવેથી તેઓ સીધો પોતાના મતવિસ્તારના મેડિકલ ક્ષેત્રે ઊભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે ઉપયોગ કરી શકશે.

આ પણ વાંચો: કોરોનાથી મૃત્યુ પામેલા સચિવાલયના કર્મચારીઓના પરિવારજનોને વળતર આપવા સ્ટાફ એસોસીએશને કરી માગ

જીગ્નેશ મેવાણી સહિતના ધારાસભ્યોએ પોતાની ગ્રાન્ટમાંથી રકમ ફાળવવા માટે પત્રો લખ્યા હતા

જીગ્નેશ મેવાણી સહિતના ધારાસભ્યોએ એ સરકારને પોતાની ગ્રાન્ટમાંથી મેડિકલ સાધનો માટે ખરીદી કરવા અંગે રજૂઆત કરી હતી જોકે, ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ વધુમાં કહ્યું હતું કે, ધારાસભ્યોએ ગ્રાન્ટ ફાળવવી હોય તો તેની ઉપયોગ તેઓ covidની બીમારીમાં સાધન સામગ્રીના ઉપયોગ માટે ગ્રાન્ટ વાપરી શકશે.

ABOUT THE AUTHOR

...view details