- પ્રધાનોની પસંદગીના PA, PS, APS નિમણૂક નહીં
- નારાજ પ્રધાનોએ પ્રશ્ન ઉઠાવ્યો, કેબિનેટમાં હોબાળો
- સિનિયર પ્રધાને હોબાળો થાળે પાડવા મધ્યસ્થી કરી
ગાંધીનગર: 2 મહિના પહેલા ગુજરાતમાં મુખ્યપ્રધાન સહિત નવા પ્રધાનો (New Ministers)ની નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારે તેમની સાથે સાથે આ પ્રધાનોના PA, PSની પણ નિમણૂક થઇ ચૂકી છે, પરંતુ નિમણૂકમાં જે તે પ્રધાનોની પસંદગીના PA, PS, APS નિમણૂક કરવામાં નથી આવ્યા, જેના કારણે નારાજ થયેલા કેટલાક પ્રધાનોએ સવાલ ઉઠાવ્યા હતા અને કેબિનેટ બેઠક (Cabinet Meeting)માં હોબાળો મચ્યો હતો.
PA, PS, APSનું લિસ્ટ ઉપરથી તૈયાર થયું
સૂત્રોના જણાવ્યા અનુસાર નવનિયુક્ત પ્રધાનો માટે તેમના PA, PS, APSની નિમણૂકનું લિસ્ટ ઉપરથી પહેલાથી જ તૈયાર થઈને આવ્યું હતું. જેના કારણે નવા પ્રધાનોને તેમની પસંદગીના PA, PS અને APS મળ્યા નથી. જેના કારણે નવા પ્રધાનોમાંથી નિયુક્ત થયેલા 4 સિનિયર પ્રધાનોએ જ આ નિયુક્તિ અંગે વાંધો ઉઠાવ્યો હતો. આ 4 સિનિયર પ્રધાનોની માંગણી હતી કે તેમને તેમની પસંદગીના PA, PS, APSની નિમણૂક કરવા માટેની મંજૂરી કેમ આપવામાં આવી નથી. આ કારણે કેબિનેટમાં હોબાળો મચ્યો હતો.
સિનિયર પ્રધાન મધ્યસ્થી બન્યા