ગાંધીનગર: ગુજરાતમાં 13 જૂનથી શિક્ષણ કાર્ય શરૂ થઈ જશે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણમાં અનેક મહત્વના નિર્ણય કરવામાં આવી રહ્યા છે. આજે(બુધવારે) વધુ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યની સરકારી શાળાના(Gujarat Government Schools) બાળકોને શિક્ષણની સાથે સાથે ઐતિહાસિક અને સાંસ્કૃતિક જ્ઞાન(Historical and cultural knowledge) આપવામાં આવશે. આ સાથે જ શાળાના બાળકોને સ્થળોની મુલાકાત માટેનો પ્રવાસ ખર્ચ સહિત અન્ય આનુષાંગિક વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા પુરી પાડવામાં છે. તેવી જાહેરાત રાજ્યના શિક્ષણ પ્રધાન(Minister of Education ) જીતુ વાઘાણીએ કરી હતી.
બાળકો થશે ઈતિહાસથી રૂબરૂ, શિક્ષણ પ્રધાને કરી મોટી જાહેરાત - સાંસ્કૃતિક સ્થળોનો પ્રવાસ
ગુજરાતમાં શિક્ષણ કાર્ય(Education Session in Gujarat) ટૂંક સમયમાં શરુ થવા જઈ રહ્યું છે. એવામાં આજે ગુજરાતની સરકારી શાળાઓના(Gujarat Government Schools) બાળકો માટે મહતવનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ જાહેરાત શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ ગાંધીનગરથી કરી છે.
વારસાનું આવનારી પેઢીમાં જતન થાય - રચના શિક્ષણ જીતુ વાઘાણી વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના કલા વાત સારી પરિચિત કરવા અને ઐતિહાસિક ધરોહર સમાન આવાસનું આવનારી પેઢીમાં જતન થાય તેવા આશયથી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે રાજ્યની સરકારી શાળાઓમાં અપાતા દૂર શિક્ષણ કાર્યક્રમ(Distance education program) અંતર્ગત રાજ્યની અંતરિયાળ વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાના બાળકોને(Government primary school children) એક્સપોઝર વિઝીટના ભાગરૂપે ગુજરાતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોનો પ્રવાસ કરવા કરાવવામાં આવશે ત્યારે આઝાદીના અમૃત મહોત્સવની(Amrut Mahotsav of Independence) ઉજવણીના ભાગરૂપે વડનગરના ભવ્ય ઐતિહાસિક તથા સાંસ્કૃતિક વારસાનો પ્રચાર(Promotion of historical and cultural heritage) અને પ્રસાર પણ કરવામાં આવશે.
વડનગરમાં બાળકોને શું બતાવવામાં આવશે -વડનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મ સ્થળ છે અને તેમનું મૂળ વતન પણ છે. વડનગરને ગુજરાતના ઐતિહાસિક તથા સાંસ્કૃતિક સ્થળ તરીકે જાહેરાત કરવામાં આવી છે. બાળકોને એક્સપોઝર વિઝીટના ભાગરૂપે ગુજરાતના ઐતિહાસિક તથા સાંસ્કૃતિક સ્થળોનો પ્રવાસ(Tour of cultural places) કરવામાં આવશે. જેમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વડનગરના ભવ્ય ઐતિહાસિક તથા સાંસ્કૃતિક વારસાનો પણ મુલાકાત કરાવવામાં આવશે ત્યારે આ ઐતિહાસિક સ્મારકો જેવા કે કીર્તિ તોરણ તાનારીરી સ્મારક હાટકેશ્વર મંદિર શર્મિષ્ઠા તળાવ તથા સતલાસણા નું તારંગા હિલ મોઢેરાનું સૂર્યમંદિર સિધ્ધપુર બિંદુ સરોવર પાટણની રાણકી વાવ જેવા સ્થાપત્યની માહિતી બાળકોને આપવામાં આવશે..