ગાંધીનગર - રાજ્ય કૃષિ યુનિવર્સિટી પરિષદની બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. કૃષિપ્રધાન રાઘવજી પટેલે (Minister of Agriculture Raghvaji patel ) જણાવ્યું હતું કે કૃષિ યુનિવર્સિટીઓના ચાલતા વિવિધ સ્નાતકકક્ષાના અભ્યાસક્રમોમાં (Undergraduate courses In Agricultural University)હાલની બેઠકો ઉપરાંત વધારાની 300 બેઠકો ઉપર પ્રવેશ આપવામાં (Admission in Agricultural Universities In Gujarat )આવશે. આપને જણાવીએ કે કૃષિપ્રધાનની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં રાજય કૃષિ યુનિવર્સિટી પરિષદની બેઠક (Meeting of State Agricultural University Council )યોજાઈ હતી.
રાજય કૃષિ યુનિવર્સિટી પરિષદની બેઠક -કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધનપ્રધાન રાઘવજી પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજય કૃષિ યુનિવર્સિટી પરિષદની બેઠકમાં કૃષિ અભ્યાસક્રમોમાં પ્રવેશને લલઇ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં આગામી વર્ષે કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ ચાલતા વિવિધ સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં હાલની બેઠકોમાં વધારો કરીને અંદાજીત 300 જેટલી વધુ બેઠકો ઉપર પ્રવેશ આપવા માટેનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કૃષિપ્રધાને કહ્યું કે (Minister of Agriculture Raghvaji patel ) આ નિર્ણયથી રાજયના કૃષિ અને સંલગ્ન અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓને લાભ થશે. તે ઉપરાંત વિદેશના વધુ વિદ્યાર્થીઓ (Admission in Agricultural Universities In Gujarat )પણ આ યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવી શકે તે માટે પણ જરૂરી કાર્યવાહી હાથ ધરવા ભાર મુકવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ રાસાયણિક અને પ્રાકૃતિક ખેતી વચ્ચે શું છે અંતર, જાણો...