- ગતિશીલ ગુજરાતમાં ખેત મજૂરોના વેતન દર સૌથી ઓછા
- ગુજરાતમાં ખેતમજૂરોને લઘુતમ વેતન રૂપિયા 178
- સૌથી વધુ વેતન આપતું રાજ્ય કેરળ
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ગુજરાતના ખેત મજુરોને મળતા લઘુતમ વેતન અંગે પ્રશ્ન પૂછ્યો હતો. તેના જવાબમાં સરકાર તરફથી જે જવાબ મળ્યો હતો. તેને લઈને ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, ગતિશીલ ગુજરાતમાં ખેત મજૂરોના વેતન દર સૌથી ઓછા છે. ગુજરાતમાં ખેતમજૂરોને લઘુતમ વેતન રૂપિયા 178 છે. સૌથી વધુ વેતન આપતું રાજ્ય કેરળ છે. જે રૂપિયા 410 વેતન આપે છે. ગુજરાત કરતા 20 રાજ્યો આગળ છે. છેલ્લા પાંચ વર્ષમાં આ દર સમાન છે. સરકારે જાન્યુઆરીમાં ખેતમજૂરો માટે દૈનિક રૂપિયા 268 લઘુતમ વેતનના દર નક્કી કર્યા હોવાનું કહ્યું હતું. પણ ચોપડામાં 178 જ છે.
આ પણ વાંચોઃ ગુજરાત સરકારે 197 કરોડ રૂપિયામાં વિમાન ખરીદ્યું, હજુ સુધી નથી કર્યો ઉપયોગ
ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી મુલતવી રાખવા અનુરોધ