- વિધાનસભા ગૃહમાં વણવપરાયેલી રકમનો આંકડો સામે આવ્યો
- સામાજિક ન્યાય વિભાગના અનેક નિગમમાં રકમ હજુ વપરાય જ નથી
- કુલ 21,776.13 લાખ રૂપિયા વણવપરાયેલા
- નેશનલ રૂરલ હેલ્થ મિશન અંતર્ગત પણ રૂપિયા 21,872.92 લાખ વણવપરાયેલા
ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા અનેક વિભાગના નિગમ અને કોર્પોરેશન માટે નાણાંની ફાળવણી કરવામાં આવે છે, પરંતુ અનેક કારણોસર રાજ્ય સરકાર દ્વારા નિગમ અને વિભાગમાં ફાળવવામાં આવેલા નાણાં વર્ષના અંતે વણવપરાયેલા સામે આવે છે. ત્યારે આજે ગુરુવારે વિધાનસભાગૃહમાં અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના બોર્ડ અને નિગમને જે સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે, તે કેટલી વપરાયેલી છે તેવો પ્રશ્ન પૂછતા, તેના જવાબમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, કુલ 21,776.13 લાખ રૂપિયા વણવપરાયેલા છે.
ક્યાં નિગમોના નાણાં વણવપરાયેલા (આંકડા લોન પૈકી વણવપરાયેલા ગ્રાન્ટની રકમ લાખમાં)
ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન
- વર્ષ 2019-20: 420.66
- વર્ષ 2020-21: 1486.05
ડોક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ
- વર્ષ 2019-20: 203.50
- વર્ષ 2020-21: 1000
ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ
- વર્ષ 2019-20: 1010.00
- વર્ષ 2020-21: 1500.00
ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ
- વર્ષ 2019-20: 752.45
- વર્ષ 2020-21: 1500.00
ગુજરાત ગોપાલક વિકાસ નિગમ
- વર્ષ 2019-20: 668.00
- વર્ષ 2020-21: 555.00
ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ
- વર્ષ 2019-20: 1858.43
- વર્ષ 2020-21: 889.36