ગાંધીનગરઃ આજે ગુજરાત વિધાનસભામાં નાણાંપ્રધાન કનુ દેસાઈ દ્વારા વર્ષ 2022-23 માટેનું બજેટ (Reactions on Gujarat Budget 2022) રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટનો વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વિરોધ (Mevani on Gujarat Budget 2022 ) કર્યો હતો.
યુવાઓની ઉપેક્ષા કરતું બજેટ : જિગ્નેશ મેવાણી
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ (Mevani on Gujarat Budget 2022 ) બજેટનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, આ બજેટમાં એક પણ ભરતીની વાત કરવામાં આવી નથી. યુવાઓની ઉપેક્ષા (Jignesh Mewani says that budget is neglects the youth ) કરવામાં આવી છે. નાની ઇન્ડસટ્રીઝની ઉપેક્ષા કરાઈ છે. ગુજરાતમાં અનુસૂચિત જનજાતિ સમાજની 14 ટકા અને અનુસૂચિત જાતિ સમાજની 07 ટકા વસતી છે. તે વસ્તીના પ્રમાણમાં બજેટમાં ફાળવણી કરવામા આવી નથી. લઘુમતી સમુદાય માટે બજેટમાં જોગવાઈ નથી. કેન્દ્ર સરકાર મનરેગા યોજનામાં ફંડ ઘટાડી રહી છે. ગુજરાત સરકારે તેમાં કોઈ ફાળવણી કરી નથી. કોરોનાકાળમાં ગુજરાતની હાલત ખરાબ થઈ હોવા છતાં આરોગ્ય ક્ષેત્રમાં 05 થી 10 હજાર કરોડનું બજેટ ઓછું ફાળવાયું છે. કોરોનામાં ભોગ બનેલા લોકો માટે કોઈ જોગવાઈ (Reactions on Gujarat Budget 2022) કરાઈ નથી.