ગાંધીનગરઃ મહેસાણા દૂધ સાગર ડેરીમાં યોજાયેલી સામાન્ય સભામાં મારામારીના દ્રશ્યો (Mehsana Dudhsagar Dairy Controversy) સર્જાયા હતા. આ ઘટનાને લઈને મહેસાણા પોલીસને જાણ કરવામાં આવી હતી. તેમ છતાં પણ કોઈ પણ પ્રકારનો નિર્ણય ન આવતા આજે (સોમવારે) મેઘજી પટેલના સમર્થનમાં (supporter of Meghji Patel) મોટી સંખ્યામાં લોકો ગાંધીનગર પહોંચ્યા હતા. અહીં વિપુલ ચૌધરીએ ગાંધીનગર રેન્જ IGને લેખિત અને મૌખિક રજૂઆત (Vipul Chaudhri Written representation to the police) કરી હતી. વિપુલ ચૌધરીએ સમાજના અનેક આગેવાનો એકઠા કરીને રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવાની યોજના કરી હતી, પરંતુ પોલીસે ફક્ત 10 આગેવાનોને જ રેન્જ IGની ઓફિસે જવા દીધા હતા. જ્યારે સમગ્ર ફાર્મ હાઉસને પોલીસે કોર્ડન કરી લીધું હતું.
મહેસાણા પોલીસે કોઈ કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ -વિપુલ ચૌધરીએ મહેસાણા પોલીસ સમક્ષ (Mehsana Dudhsagar Dairy Controversy) આક્ષેપ કર્યા હતા કે, 14 જૂને દૂધસાગર ડેરીમાં સામાન્ય સભા મળી હતી. તેમાં બેઠકમાં કટકી જેવા આક્ષેપો મેઘજી પટેલે કર્યા હતા. આથી તેમની વિરુદ્ધ જૂથના લોકોએ મેઘજી પટેલ પર હુમલો કર્યો હતો. ત્યારે આ હુમલો કરનારાને અત્યાર સુધી પોલીસે કોઈ પણ કાર્યવાહી કરી નથી. જ્યારે અમુક તત્વો દ્વારા મેઘજી પટેલ પર જીવલેણ હુમલો (Fatal attack on Meghji Patel) કરવામાં આવ્યો હતો. આ બાબતે પોલીસને જાણ કરવા છતાં પણ હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી. આથી આજે રેન્જ આઈજીને લેખિતમાં આવેદનપત્ર (Vipul Chaudhri Written representation to the police) આપ્યું હતું.
આ પણ વાંચો-ભારત બંધના એલાનને લઈને સુરત પોલીસ સજ્જ, સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ