- ગાંધીનગર કોર્ટમાં સચિન દીક્ષિતના સરકારી વકીલે જામીન મંજૂર કરાવ્યાં
- અજાણ્યા શખ્શ વિરુદ્ધ ગુનો દાખલ છે સચિન દીક્ષિત સામે અત્યારે ગુનો પુરવાર નથી થતો
- હવે બરોડા પોલીસ સચિન દીક્ષિતની કરશે ધરપકડ
ગાંધીનગર : આ કેસમાં આરોપી સચિન દીક્ષિતના ( Sachin Dikshit ) સરકારી વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં સચિન દીક્ષિત નહીં હોવાનું ફલિત થાય છે. આમ દલીલોને આધારે અને પુરાવાના આધારે ગાંધીનગર કોર્ટ દ્વારા દીક્ષિતના જામીન અરજી મંજૂર (Gandhinagar court grants unconditional bail to Sachin Dikshit) કરવામાં આવ્યાં છે.
હવે બરોડા પોલીસ ગુનાની તપાસ કરશે
ગાંધીનગરમાં વસવાટ કરતા અને બરોડામાં લિવ-ઈન રિલેશનમાં મહેંદી સાથે રહેતા સચિન દીક્ષિતની હવે બરોડા પોલીસ દ્વારા મહેંદીના મર્ડર બાબતની તપાસ હાથ ધરવામાં આવશે. ગાંધીનગર કોર્ટ દ્વારા સચિન દીક્ષિતને 15,000 હજારના બોન્ડ સાથે બિનશરતી જામીન આપવામાં આવ્યાં છે (Gandhinagar court grants unconditional bail to Sachin Dikshit) ત્યારે 15000 બોન્ડ ન ભરે ત્યાં સુધી ગાંધીનગર પોલીસે હવે સચિન દીક્ષિતને અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે મોકલી દીધો છે. હવે ટ્રાન્સફર વોરંટથી બરોડા પોલીસ સચિન દીક્ષિતનો કબજો સંભાળશે અને બરોડામાં મહેંદી પેથાણીની હત્યાના ગુનામાં વધુ તપાસ કરશે.
બાળકના અપહરણ બાબતે થશે તપાસ
સચિન દીક્ષિતે બરોડામાં મેંદી પેથાણીની ગળું દબાવીને હત્યા કરી હતી અને ત્યાર બાદ બાળકને બરોડાથી થઈને ગાંધીનગર આવ્યો હતો ત્યારે બરોડા પોલીસ સચિન દીક્ષિતે રિમાન્ડ દરમિયાન ગાંધીનગર પોલીસના જણાવ્યા અનુસાર બાળકનું અપહરણ થયું હતું કે નહીં તે બાબતે વધુ તપાસ કરશે.