ગુજરાત

gujarat

ETV Bharat / city

Meeting on Ahmedabad Mumbai High Speed Rail Project : કેન્દ્રીય રેલવેપ્રધાન અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની બેઠક, શી ચર્ચા થઇ જાણો - Land Acquisition in Gujarat for High Speed Railway

કેન્દ્રીય રેલવેપ્રધાન દર્શના જરદોશે પીએમ ગતિશક્તિની યોજનાના અમલીકરણમાં ગુજરાત અગ્રેસર હોવાનું યાદ કરાવી અમદાવાદ મુંબઇ હાઇસ્પીડ રેલવે પ્રોજેક્ટમાં જમીન સંપાદન સહિતના મુદ્દે સીએમ ભૂપેન્દ્ર પટેલ (Meeting on Ahmedabad Mumbai High Speed Rail Project) સાથે બેઠક (Meeting of CM Bhupendra Patel and Union Railway Minister) લીધી હતી.

Meeting on Ahmedabad Mumbai High Speed Rail Project : કેન્દ્રીય રેલવેપ્રધાન અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની બેઠક, શી ચર્ચા થઇ જાણો
Meeting on Ahmedabad Mumbai High Speed Rail Project : કેન્દ્રીય રેલવેપ્રધાન અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની બેઠક, શી ચર્ચા થઇ જાણો

By

Published : Apr 25, 2022, 4:23 PM IST

ગાંધીનર- અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ- ડી.એફ.આઇ.સી સહિતના મહત્વપૂર્ણ રેલવેે પ્રોજેક્ટસમાં (DFIC High Speed Rail Project ) કેન્દ્ર-રાજ્યના સુચારૂ સંકલન-અમલીકરણ માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રેલવે રાજ્યપ્રધાન દર્શના જરદોશની ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક (Meeting on Ahmedabad Mumbai High Speed Rail Project) યોજાઇ હતી. ગતિશક્તિના અમલીકરણમાં ગુજરાત અગ્રેસર છે ત્યારે ડી.એફ.આઇ.સી. હાઇસ્પીડ રેલ પ્રોજેકટ, રાજ્યમાં વિવિધ રેલવે લાઇનના ગેજ રૂપાંતરણ અને રેલવે ઓવરબ્રીજ તેમજ ઇલેકટ્રીફિકેશનના જે નાના-મોટા પ્રશ્નો છે તેનું ત્વરાએ પરસ્પર સંકલનથી નિવારણ લાવવાની દિશામાં આ બેઠક (Meeting of CM Bhupendra Patel and Union Railway Minister) ફળદાયી બનશે.

મહત્વપૂર્ણ રેલવે પ્રોજેકટ નિર્ધારિત સમયમાં પૂરા કરવા હિમાયત -બેઠકમાં (Meeting of CM Bhupendra Patel and Union Railway Minister) રેલવે રાજ્યપ્રધાન દર્શના જરદોશે કહ્યું કે ગુજરાતને કેન્દ્ર અને રાજય સરકાર એમ ડબલ એન્જીનની સરકારનો ફાયદો મળે છે ત્યારે મહત્વપૂર્ણ રેલ્વે પ્રોજેકટ્સ નિર્ધારિત સમય અને ત્વરિત ગતિએ પૂરા થાય તેવી સ્પષ્ટ હિમાયત(Meeting on Ahmedabad Mumbai High Speed Rail Project) કરી હતી. આ હેતુસર કેન્દ્રીય રેલવે મંત્રાલયના સંબંધિત અધિકારીઓ તથા રાજ્ય સરકારના વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે માસિક સમીક્ષા બેઠક યોજવા તેમણે અનુરોધ કર્યો હતો.

પીએમ ગતિશક્તિની યોજનાના અમલીકરણમાં ગુજરાત અગ્રેસર

આ પણ વાંચોઃ High Speed Rail Project : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ- મુંબઇ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટની સમીક્ષા હાથ ધરી

ગુજરાતમાં 98.7 ટકા જમીન સંપાદન પૂર્ણ - અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ અન્વયે ગુજરાતમાં 98.7 ટકા જમીન સંપાદન કાર્ય રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના સક્રિય સહયોગથી પૂર્ણ (Land Acquisition in Gujarat for High Speed Railway) થઇ ગયું છે તેની જરદોશે સરાહના કરી સીએમ ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યકત કર્યો હતો. તેમણે સીએમ ભૂપેન્દ્ર પટેલને આગામી દિવસોમાં સુરત, ભરૂચ, નવસારીના પ્રવાસ કાર્યક્રમ દરમ્યાન આ હાઇસ્પીડ રેલની જે કામગીરી થઇ રહી છે તેની પ્રગતિ નિહાળવા સ્થળ મુલાકાત કરવાનું પણ નિમંત્રણ પાઠવ્યું હતું.

આ પણ વાંચોઃ Surat Bullet Train Project: સી.એમ સાથે રેલવે પ્રધાને લીધી ભારતની સૌપ્રથમ હાઈ-સ્પીડ રેલ નેટવર્કની મુલાકાત

ઇન્સ્ટિટયુશનલાઇઝડ વ્યવસ્થા વિકસાવવા સીએમની સૂચના - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ બેઠકમાં (Meeting on Ahmedabad Mumbai High Speed Rail Project)અધિકારીઓને જણાવ્યું કે, રાજ્ય-કેન્દ્ર વચ્ચેના રેલવે સંબંધિત જે પેન્ડીંગ ઇસ્યુ હોય તેનું નિવારણ એકબીજા સાથે સમજૂતી અને ચર્ચા-વિચારણાથી આવે તેવું વાતાવરણ ઊભું થવું જોઇએ. આ સંદર્ભમાં તેમણે મુખ્ય સચિવ પંકજકુમારને ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર, રેલવેે ઓવરબ્રીજમાં રાજ્ય-કેન્દ્રની ભાગીદારી સહિતના જે વિવિધ પ્રશ્નો છે તેના માટે ઇન્સ્ટીટયુશનલાઇઝડ વ્યવસ્થા ઊભી કરી એક માસ પછી સમગ્ર પ્રશ્નોના નિરાકરણની સમીક્ષા કરવા (Meeting of CM Bhupendra Patel and Union Railway Minister) સૂચન કર્યુ હતું.

રેલવે મંત્રાલયના તથા વેસ્ટર્ન રેલ્વે હાઇસ્પીડ રેલ કોર્પોરેશન, ડી.એફ.આઇ.સી.ના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યાં

બેઠકમાં હતાં આ અધિકારીઓ - આ બેઠકમાં (Meeting on Ahmedabad Mumbai High Speed Rail Project) મહેસૂલપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, માર્ગ-મકાનપ્રધાન પૂર્ણેશભાઇ મોદી, શહેરી વિકાસ રાજ્યપ્રધાન વિનોદભાઇ મોરડીયા તેમજ સીએમના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને રેલવે મંત્રાલયના તથા વેસ્ટર્ન રેલવે હાઇસ્પીડ રેલ કોર્પોરેશન, ડી.એફ.આઇ.સી.ના વરિષ્ઠ અધિકારીઓ ((DFIC High Speed Rail Project ))પણ સહભાગી થયાં હતાં.

ABOUT THE AUTHOR

...view details