ગાંધીનગર: સમગ્ર દેશમાં સંભવિત કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ (Meeting Of Health Department) ગઈ છે અને તમામ રાજ્યોમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે દિલ્હીમાં થિયેટર અને જીમ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને પશ્ચિમ બંગાળમાં પણ શાળાઓ, કોલેજો, જીમ થિયેટર આ તમામ વસ્તુ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે આજે રવિવારે સવારે 10:00 વાગે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાની (Union Health Minister Mansukh Mandvia) અધ્યક્ષતામાં તમામ રાજ્યના આરોગ્ય પ્રધાન અને અધિકારીઓ સાથે એક વિડીયો કોન્ફરન્સ યોજીને કોરોનાની સંભવીત ત્રીજી લહેરને પહોંચી વળવા માટેના આયોજન રૂપે ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં રસીકરણનના કારણે ત્રીજી લહેર વધુ અસર કરતી નથી ઉપરાંત બહારથી જે મુસાફરો દેશમાં આવી રહ્યા છે તેઓને સામાન્ય લક્ષણો હોવાનું નિવેદન પણ રાજ્યના કેબિનેટ પ્રધાન ઋષિકેષ પટેલે આપ્યું હતું
ગુજરાતમાં તમામ સુવિધાઓ કરાઈ : ઋષિકેશ પટેલ
રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ગુજરાતની તમામ પરિસ્થિતિ અંગેનો ત્યાગ મેળવ્યો છે. મહત્વની વાત કરવામાં આવે તો બેડની સંખ્યા, ઓક્સિજનની કેપેસિટી, ઓક્સિજન સપ્લાય, મેડિકલ સાધનો અને દવાઓ અંગેની તમામ પ્રકારની માહિતી આપવામાં આવી છે અને કોઈપણ પ્રકારની અરાજકતા ન ફેલાય તેનાથી પણ લોકોને દૂર રહેવાની સૂચના પણ ઋષિકેશ પટેલે આપી છે.
શાળા સંચાલકો પોતાની રીતે નિર્ણય કરે
વર્તમાન સમયમાં ગુજરાતની અનેક શાળાઓમાંથી બાળકો પોઝિટિવ આવી રહ્યા છે ત્યારે આ બાબતે આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા એક પણ સ્કૂલો બંધ કરવામાં આવી નથી ત્યારે રાજ્યના શાળા સંચાલકો પોતાની શાળાનો નિર્ણય પોતે જ યોગ્ય રીતે કરે તે બાબતનું પણ નિવેદન આપ્યું છે, આમ જો શાળા ઓફલાઈન ચલાવવી હોય તો ઓફલાઈન અને ઓનલાઇન કાર્યક્રમ રાખેલ છે તો ઓનલાઇન કાર્યરત રાખી શકે છે. આ બાબતનો નિર્ણય તે પોતાની રીતે કરી શકે છે. આ ઉપરાંત જાહેર જનતાને સૂચન આપતા ઋષિકેષ પટેલે જણાવ્યું હતું કે, કોને ક્યાં જવું તે પોતાની રીતે નિર્ણય કરી શકે છે. ભીડમાં ન જવાથી સંક્રમણ ઓછું થાય છે જેથી લોકો પોતાની રીતે જ નિર્ણય કરે અને સંક્રમણથી બચે.
રાજ્યમાં 3 જાન્યુઆરીથી મહાઅભિયાન