- ભાજપના ધારભ્યદળની બેઠક શરૂ કરાઇ
- મુખ્યપ્રધાનની હાજરીમાં થઈ બેઠક
- તમામ ધારાસભ્યોને સત્ર અંગેના સૂચનો આપવામાં આવ્યા
ગાંધીનગર : મુખ્યપ્રધાનના અધ્યક્ષતાને મળેલી વિધાનસભાની બેઠકમાં ખાસ કરીને પૂર્વ પ્રધાન પદે રહી ચૂકેલા સિનિયર પ્રધાનો, પૂર્વ મુખ્યપ્રધાન તેમજ નવનિયુક્ત પ્રધાનો સહિતના તમામ હોદ્દેદારો, ધારાસભ્યોને બેઠકમાં બોલાવવાનો આદેશ કરાયો હતો. જેથી ધારાસભ્યો માટે રજિસ્ટ્રેશન પણ ફરજિયાત હતું. આ પહેલા વિધાનસભાના અધ્યક્ષ પદે રાજેન્દ્ર ત્રિવેદી હતા. જો કે, તે સ્થાન પર હવે નીમાબેન આચાર્યએ પદભાર સંભાળ્યો છે. નવાપ્રધાનોને વિપક્ષોના આક્ષેપોના જવાબો કેવી રીતે આપવા તે તમામ બાબતો અંગે ખાસ માહિતગાર કરાયા હતા.
નવા પ્રધાનોએ વિપક્ષોના આક્ષેપોના જવાબો કેવી રીતે આપવા તે અંગે કરાયા માહિતગાર
વિધાનસભાના સત્ર દરમિયાન દર વર્ષે આગળના દિવસે ભાજપ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજે પણ ચોમાસુ સત્રના આગળના દિવસે રવિવારે વિધાનસભામાં બેઠક યોજાઇ હતી. જેમાં ખાસ કરીને નવા પ્રધાનોને વિપક્ષના આક્ષેપનો સામનો કેવી રીતે કરવો તેને લઈને સૂચનો અપાયા હતા. મુખ્યપ્રધાન ઉપરાંત સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. જેમાં તેમને પણ કેટલાક જરૂરી સૂચનો આપ્યા હતા. વિધાનસભાના નવનિયુક્ત અધ્યક્ષ નીમાબેન આચાર્યનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.