ગાંધીનગરઃ મુખ્યપ્રધાનના નિવાસસ્થાને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને માલધારી સમાજના આગેવાનોની બેઠક યોજાઈ (CM Bhupendra Patel and Maldhari community leaders Meeting) હતી. આ બિલ અંગે ખુજ લાંબી ચર્ચાઓ કરવામાં આવી હતી. બેઠકને અંતે ઢોર નિયંત્રણ બિલ મોકુફને મોકુફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, માલધારી સમાજ છેલ્લા ઘણા સમયથી ઢોર નિયંત્રણ બિલનો વિરોધ (Protest for Cattle Control Bill) કરી રહી છે. ત્યારે આ બેઠક મહત્વની માનવામાં આવી રહી છે. આવનારા સમયમાં આ બિલને લાગુ કરવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે.
ગુજરાત વિધાનસભાના આ સત્રમાં પસાર થયું હતું બિલ -મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભામાં ભાજપ પક્ષે બહુમતીના જોરે ઢોર નિયંત્રણ બિલ પાસ (Cattle Control Bill) કર્યું હતું. ત્યારે સમગ્ર રાજ્યમાં માલધારી સમાજ આ બિલનો (Protest for Cattle Control Bill) વિરોધ કરી રહ્યો છે. આ અગાઉ સોમવારે પણ મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં માલધારી સમાજના આગેવાનોની બેઠક (CM Bhupendra Patel and Maldhari community leaders Meeting) યોજાઈ હતી.
આ પણ વાંચો-CM Bhupendra Patel at Bahucharaji : 'પ્રહલાદજી શેઠ'ના જીવનચરિત્રના પુસ્તકનું વિમોચન, PM મોદી પણ ઓનલાઈન જોડાયા
દંડની રકમમાં ઘટાડો થવાની શક્યતા -ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ થયેલા ઢોર નિયંત્રણ બિલ (Cattle Control Bill) પ્રમાણે, જાહેરમાં ઘાસચારો આપવામાં આવે તો તેવી ગાયના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની કડક સૂચના આપવામાં આવી છે. આવી ઘટનામાં 10,000 રૂપિયાથી ઓછો દંડ, પરંતુ 25,000 રૂપિયાથી વધુ દંડ નહીં હોવાની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે લાઈસન્સ વગર અને ઢોરમાં કોઈ લેબલ નહીં લગાવેલ હોય તો 5,000થી ઓછો નહીં અને 10,000 રૂપિયાથી વધુ દંડ નહીં લેવાની જોગવાઈ બિલમાં કરવામાં આવી છે. જ્યારે આ તમામ પ્રકારના દંડની જોગવાઈમાં મોટો સુધારો વધારો થઈ શકે છે. આ ઉપરાંત માલધારીઓને લાયસન્સ લેવા બાબતની કાર્યવાહી પ્રક્રિયામાં પણ મહદઅંશે છૂટછાટ આપવામાં આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો-BJP Maha Sammelan 2022: અમદાવાદ રિવરફ્રન્ટ પર ભાજપનું મહાસંમેલન, 1 લાખ કાર્યકર્તા સાથે કર્યું શક્તિ પ્રદર્શન
બેઠકમાં આ લોકો હાજર -મુખ્યપ્રધાન સાથેની બેઠકમાં (CM Bhupendra Patel and Maldhari community leaders Meeting) પૂર્વ પ્રધાન રણછોડ રબારી, પૂર્વ ધારાસભ્ય બાબુ રબારી, ગોપાલક નિગમના પૂર્વ ચેરમેન અર્જુન રબારી, APMCના ચેરમેન માવજી દેસાઈ, પૂર્વ ધારાસભ્ય ભવાન ભરવાડ, રામદેવ ભગત મોટી બૂરું, ધોળકા તાલુકા પંચાયત પ્રમુખ મેરુ ભરવાડ અને બોટાદ ડેરીના ચેરમેન ભોળા રબારી ઉપસ્થિત રહ્યા છે.