ગાંધીનગર:કોરોનાનું સંક્રમણ વઘતુ અટકાવવા સાવચેતીના ભાગ રૂપે જિલ્લા પ્રશાસન દ્વારા વિવિધ પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા છે.
ધોરણ 10ની પરીક્ષાની જવાબવહીનું મૂલ્યાંકન કરતા શિક્ષકોની કરાઇ તબીબી તપાસ - પરીક્ષાની જવાબવહીનું મૂલ્યાંકન કરતા શિક્ષકોની તપાસ
રાજ્યમાં હાલ કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે આજે ધોરણ 10ની પરીક્ષાની જવાબવહીનું મૂલ્યાંકન કરતા શિક્ષકોની તબીબી તપાસ કરવામાં આવી હતી.
લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે કાર્યરત આરોગ્ય વિભાગના કર્મીઓ ઉપરાંત લોકડાઉનના બંદોબસ્તમાં કાર્યરત પોલીસ જવાનોના સ્વાસ્થ્યની ચકાસણી કરાઇ રહી છે. પરંતુ ધોરણ 10ની પરીક્ષાની જવાબવહીનું મૂલ્યાંકન કરતા શિક્ષકોના સ્વાસ્થ્યની ચકાસણી પણ આજે કરવામાં આવી હતી.
પૂર્વ વિસ્તારના પ્રાંત અધિકારી અનસુયા જહાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે વિવિધ વિસ્તારમાં લોકોની સ્વાસ્થ્યની ચકાસણી હાથ ધરાય છે, પરંતુ પરીક્ષાના પેપરો તપાસતા શિક્ષકો પણ જવાબવહી ચકાસણી માટે કાર્યરત છે ત્યારે તેમના સ્વાસ્થ્યની ચકાસણી પણ એટલી જ જરૂરી હોઇ તેમની મેડિકલ તપાસ કરવામાં આવી હતી.