ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યના 3 જિલ્લાઓમાં 975 કરોડના ખર્ચે બનશે મેડિકલ કોલેજઃ નીતિન પટેલ - Medical colleges will be constructed at gujarat

ગાંધીનગરઃ કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા દેશના 75 જિલ્લાઓમાં જ્યાં મેડીકલ કોલેજો નથી તે માટે દરખાસ્તો મંગાવાઈ હતી, જેમાં ગુજરાતના 5 જિલ્લાઓમાં મેડીકલ કોલેજ ખોલવાની પસંદગી થઈ છે. રાજ્યના નર્મદા, નવસારી અને પોરબંદર ખાતે નવી મેડીકલ કોલેજો સ્થાપવા માટે કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

ફાઈલ ફોટો

By

Published : Oct 11, 2019, 9:11 PM IST

સાથે જ રાજ્યની મેડીકલ કોલેજોની MBBSની બેઠકમાં વધારો કરવા અંગેની યોજના પણ અમલમાં મુકી છે. જેનો લાભ લઈ ગુજરાત સરકારે MBBSની બેઠકો વધારવા માટે નવી કોલેજોના નિર્માણ માટે દરખાસ્ત કરવાનો નિર્ણય કર્યો છે.આ મેડીકલ કોલેજ રાજ્યમાં નિર્માણ થશે ત્યારે કોલેજ દીઠ 325 કરોડ ખર્ચ થશે જેમાં ભારત સરકાર 60 % લેખે 195 કરોડ રૂપીયા આપશે અને રાજ્ય સરકાર 40 % લેખે 125 કરોડ રૂપીયા આપશે.

રાજ્યમાં નર્મદા, નવસારી અને પોરબંદરમાં મેડિકલ કોલેજ બનશે

જ્યારે 3 કોલેજો 975 કરોડના ખર્ચે ગુજરાતમાં સ્થપાશે. જેમાં હયાત હોસ્પિટલોનું અપગ્રેડેશન કરીને ખૂટતા સાધનો તથા મેડીકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ધારાધોરણ મુજબની સગવડો ઉપલબ્ધ કરાવીને પ્રથમ તબક્કે 300 બેડની અને કોલેજ પૂર્ણ થતાં 500 બેડની સુવિધાવાળી હોસ્પિટલોનું પણ નિર્માણ થશે. આ કોલેજોમાં પ્રથમ વર્ષે 100 બેઠકો પર પ્રવેશ અપાશે. સાથેજ રાજ્યની મેડીકલ બેઠકમાં વધારો થશે. જ્યારે હાલમાં ડાંગ, તાપી, ભરૂચ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર, અરવલ્લી, મોરબી, દેવભૂમિ દ્વારકા, બોટાદમા કોલેજ નથી, ત્યાં આગામી સમયમાં કોલેજ બનાવવામાં આવશે.

નર્મદા જિલ્લામાં રાજપીપળા, નવસારી જિલ્લામાં નવસારી અને પોરબંદર જિલ્લાના પોરબંદર ખાતે કુલ 3 નવી મેડીકલ કોલેજો માટે હયાત હોસ્પિટલોના માળખા-વ્યવસ્થાનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકારના ધારાધોરણ મુજબ સૈધ્ધાંતિક મંજૂરી મળશે. વધુમાં રાજ્ય સરકારની બ્રાઉન્ડફીલ્ડ નીતિ અન્વયે કોઈ સંસ્થા આ પાંચ જિલ્લાઓ પૈકી કોઇપણ જગ્યાએ મેડીકલ કોલેજ બનાવવાની મંજૂરી માગે તો, તેને અગ્રીમતા અપાશે. કેન્દ્ર સરકારની આ યોજનાનો લાભ લેવા માટે રાજ્ય સરકાર MOU પણ કરશે. રાજ્યનાં 33 જિલ્લાઓમાંથી 19 જિલ્લાઓમાં 29 મેડીકલ કોલેજો કાર્યરત છે. રાજ્યમાં મેડીકલની 500 બેઠકોનો વધારો થતાં હવે અંદાજીત 6 હજારથી વધુ બેઠકો તબીબી શિક્ષણ માટે ઉપલબ્ધ થશે.

ABOUT THE AUTHOR

...view details