ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગરમાં મેયરના આદેશ છતા પણ અધિકારીઓ વીલા મોઢે પરત ફર્યા - રખડતા પશુઓની સમસ્યા

ગાંધીનગર: શહેરમાં રખડતાં પશુઓનો ત્રાસ પારાવાર જોવા મળી રહ્યો છે. એસઆરપીની ટુકડી ફાળવી હોવા છતાં શહેરમાં સરકારી જગ્યામાં બાંધવામાં આવતા પશુઓને ઢોરવાડા સુધી લઈ જવામાં અધિકારીઓ વામણા પૂરવાર થઈ રહ્યા છે. થોડા સમય પહેલાં મેયર દ્વારા રખડતા ઢોરને પાંજરે પુરવાનો કડક આદેશ આપવામાં આવ્યો હતો. તેમ છતાં ઢોર પકડનાર પાર્ટી વાડા સુધી જઈ શકતી નથી.

મેયરનો આદેશ વાડા કરાવો ખાલી, અધિકારીઓની મળી નિષ્ફળતા

By

Published : Nov 14, 2019, 8:39 PM IST

ગાંધીનગર સહિત તમામ મહાનગરોમાં રખડતા પશુઓની સમસ્યા વિકરાળ બની છે. સરકાર અને તંત્ર આ સમસ્યામાંથી નાગરિકોને મુક્ત કરાવવામાં વામણું પુરવાર થઈ રહ્યું છે. ગાંધીનગર શહેરમાં મોટા પ્રમાણમાં ખુલ્લી જગ્યા જોવા મળે છે. પરિણામે માલધારીઓ, ઝુપડાં બાંધીને રહેતા લોકો તથા લારીઓ મૂકીને વેપાર કરનાર દબાણકારોને ભાવતું ભોજન મળી જાય છે. હાલમાં ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં આવેલા ઢોરવાડાને ખાલી કરવા માટે મેયર દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. જેને પગલે એસઆરપીની ટુકડી અલગ-અલગ સેક્ટરમાં ફરી રહી છે.

મેયરનો આદેશ વાડા કરાવો ખાલી, અધિકારીઓની મળી નિષ્ફળતા

ગાંધીનગર મહાપાલિકા અને ઢોર પકડ પાર્ટી ગુરૂવારે સેક્ટર 29 અને 23ની સરકારી જમીન પર બનાવેલ ઢોરવાડાને ખાલી કરવા પહોંચી હતી, ત્યારે સેક્ટર 29માં સરકારી જમીનમાં બનાવેલા દરવાજાને પણ ખાલી કરાવી શકી ન હતી. મહિલા પશુપાલકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે, પહેલા અન્ય સ્થળેથી જગ્યા ખાલી કરાવો ત્યારબાદ અમે ખાલી કરીશું. ઉપરાંત મહિલા પશુપાલકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, મહાપાલિકાના અધિકારીઓ દ્વારા વ્હાલા દવલાની નીતિ અપનાવવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details