ગુજરાત

gujarat

By

Published : Oct 6, 2021, 6:58 PM IST

ETV Bharat / city

ગાંધીનગરમાં બે નામો ચર્ચામાં, જાણો આ વ્યક્તિને મળી શકે છે મેયરનો 'તાજ'

ગાંધીનગર( Gandhinagar Municipal Corporation) મેયર પદની રેસમાં 2 ઉમેદવારનું નામ સામે આવી રહ્યું છે, જેમાં ભરત દીક્ષિત અને હિતેશ મકવાણા આ બન્ને ઉમેદવારમાંથી કોઈ એક મેયર(Gandhinagar Mayor) બને તેવી સંપૂર્ણ શક્યતા છે. કારણ કે આ વખતની SC કેટેગરીની સીટ મેયર પદ માટે અનામત છે. જેમાં હિતેશ મકવાણાનું નામ ગઈકાલથી ચર્ચામાં છે, ત્યારે અન્ય એક ઉમેદવાર ભરત દીક્ષિતનું નામ પણ સૌથી વધુ ચર્ચામાં ચાલી રહ્યું છે. એક અનુમાન એવું પણ છે કે, હિતેશ મકવાણાનું નામ ચર્ચામાં ચગાવી ભરત દીક્ષિતને મેયર બનાવવામાં આવી શકે છે, તે પ્રકારની શક્યતાઓ છે.

mayor of gandhinagar municipal corporation
mayor of gandhinagar municipal corporation

  • મેયર કોણ તેને લઈને ચાલી રહી છે ચર્ચા
  • બે દિવસમાં સી.આર. પાટીલની અઘ્યક્ષતામાં યોજાશે બેઠક
  • નવરાત્રીમાં જ નવા મેયર ગાંધીનગરને મળશે

ગાંધીનગર :5 ઓક્ટોબરના રોજ ગાંધીનગર મનપા( Gandhinagar Municipal Corporation)નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપે અન્ય બે પાર્ટીઓ કરતા સ્પષ્ટ બહુમતી મેળવી હતી અને 44 માંથી 41 સીટો પર કબ્જો કર્યો હતો. જેથી બીજેપીના ઉમેદવાર મેયર (Gandhinagar Mayor) બનશે. ગાંધીનગર મેયર પદમાં SC ઉમેદવારની સીટ અનામત રાખવામાં આવી છે, ત્યારે આગામી 2.5 વર્ષ માટે SC કેટેગરીમાંથી બીજેપીના કોર્પોરેટર મેયર બનશે. જેમાં પાછળના 2.5 વર્ષ માટે મહિલા અનામતની સીટ રાખવામાં આવી છે, જેથી પુરુષ SC કોર્પોરેટર મેયર બનશે.

2.5 વર્ષ પુરુષ મેયર અને બાકીના 2.5 વર્ષ મહિલા અનામત

ભાજપ તરફથી પાંચ SC કેટેગરીના ઉમેદવારની જીત થઈ છે, જેમાં વોર્ડ નંબર 1માં 25-26 સેક્ટર અને રાંધેજામાંથી મીનાબેન મકવાણા, વોર્ડ નંબર 4, પાલજ, ધોળાકુવા, ભરત શંકર દીક્ષિત, વોર્ડ નંબર 5 - પંચદેવ કૈલાશબેન સુતરીયા, વોર્ડ નંબર 8, 4 અને 5 સેક્ટર, અંબાપુર, સરગાસણ હિતેશ મકવાણા, વોર્ડ 11 ભાટ, ખોરજ, સેજલબેન પરમાર આ પાંચ ઉમેદવાર SC કેટેગરીમાં સામેલ છે, જેમાં પુરુષ ઉમેદવાર 2 છે, જ્યારે મહિલા ઉમેદવાર 3 છે.

ડેપ્યુટી મેયર બક્ષીપંચમાંથી અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જનરલ કેટેગરીમાંથી નિમાશે

ડેપ્યુટી મેયર તરીકે બક્ષીપંચમાંથી નિમવામાં આવશે તે પ્રકારની શક્યતા છે. એ એટલા માટે કેમ કે, એસ.સી. સીટમાંથી મેયર બનતા બક્ષીપંચના ઉમેદવારને ડેપ્યુટી મેયર તરીકે સ્થાન આપવામાં આવશે, અથવા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તરીકે બક્ષીપંચમાંથી કોઈ ઉમેદવારને પસંદ કરવામાં આવી શકે છે. જો એવું થશે તો જનરલ કેટેગરીમાં પણ ડેપ્યુટી મેયર પસંદ કરવામાં આવી શકે છે. જેમાં ડેપ્યુટી મેયર તરીકે જનરલ કેટેગરીમાં રાજેશ પટેલનું નામ પણ ચર્ચામાં છે.

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details