ગાંધીનગર -હીરાલાલ તુરંતલાલ દાસ નામનો આરોપી (Mastermind caught in a case of Fraud) ફક્ત નવમું ધોરણ પાસ છે, પરંતુ એણે એ પ્રકારની મોડસ ઓપરેન્ડી અપનાવી કે જેના થકી કેટલાય લોકો સાથે એણે છેતરપિંડી કરી હોવાના ગુનાનો ભેદ ઉકેલાઇ શકે છે. સામાન્ય મજૂર વર્ગના લોકોને ટાર્ગેટ બનાવીને હીરાલાલ ફોન કરતો અને ત્યારબાદ એમના ડોક્યુમેન્ટના આધારે બોગસ એકાઉન્ટ ખોલીને બેંકોમાંથી લોન(Modus operandi of fraud with the bank) મેળવતો. ખોટી રીતે એકાઉન્ટ ઓપન કરીને હીરાલાલે (Master Mind accused Hiralal Das) બેંકોને કેટલા રૂપિયાનો ચૂનો ચોપડયો હશે એ બાબતની તપાસ પોલીસ આગળના દિવસોમાં કરશે.
અન્ય કોણ કોણ લોકો સંકળાયેલા છે એ બાબતે પણ પોલીસ તપાસ કરશે અન્ય આરોપીઓની તપાસ થશે- સૌથી મહત્વની બાબત હીરાલાલ દાસ નામના આ માસ્ટરમાઈન્ડ આરોપી સાથે અન્ય કોણ કોણ લોકો સંકળાયેલા છે એ બાબતે પણ પોલીસ (Gandhinagar Local Crime Branch) આગળના દિવસોમાં રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી કબૂલાત કરાવશે.
આ પણ વાંચો-ઉદ્યોગપતિઓ, નેતાઓ પર ફાયરિંગ કરનાર શૂટરને કઈ રીતે વલસાડ SOG ઝડપી પાડ્યો જૂઓ...
ખૂબ મોટી માત્રામાં આ પણ મળ્યું- હીરાલાલ દાસની ધરપકડ કર્યા બાદ પોલીસને એની પાસેથી ખૂબ મોટી માત્રામાં ચેકબુક આધાર કાર્ડ મોબાઈલ સીમકાર્ડ અને swipe machine સહિતની વસ્તુઓ પણ મળી આવી છે. આ પ્રકારનો મુદ્દામાલ કબજે થયા બાદ પોલીસને પણ આશંકા છે કે ગાઝિયાબાદ અને નોઈડાની આ ગેંગ મોટા પ્રમાણમાં સામાન્ય લોકોને શિકાર બનાવીને છેતરી (Mastermind caught in a case of Fraud) રહી હતી.
એક ફરિયાદથી આગળ વધી તપાસ - ભિલોડામાં એક વ્યક્તિ સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ પોલીસને મળતા પોલીસે તપાસ શરૂ કરી અને આ સાથે ગેંગનો પર્દાફાશ થયો.. સતત 21 દિવસ સુધી ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ (Gandhinagar Local Crime Branch) દ્વારા ગાઝિયાબાદ તેમજ અન્ય સ્થળોએ વોચ રાખીને સમગ્ર ગુનાના માસ્ટર માઇન્ડ હીરાલાલ દાસની (Master Mind accused Hiralal Das) ધરપકડ કરાઈ.
ખૂબ મોટી માત્રામાં ચેકબુક આધાર કાર્ડ મોબાઈલ સીમકાર્ડ પણ મળ્યાં આ પણ વાંચોઃ રાજકોટમાં નકલી નોટ છાપનારને કોર્ટે જેલની મહેમાનગતિ માણવાની આપી તક
આખરે નવમું ધોરણ પાસ હીરાલાલ દાસ આ પ્રકારના ગુનામાં કેવી રીતે સંડોવાયો એની તપાસ કરતાં પોલીસના ધ્યાને એક વાત આવી. હીરાલાલ જાતે પોતે લોન (Modus operandi of fraud with the bank)લેવાની હોવાથી બેંકમાં એપ્લિકેશન આપી પરંતુ બેંક તરફથી પૂરતી લોન ન મળવાના કારણે અને પૈસાની જરૂરિયાત હોવાના કારણે હીરાલાલ દાસે એવો રસ્તો અજમાવ્યો કે સામાન્ય પરિવારના તેમજ મજૂરીકામ કરતા લોકોને શિકાર (Mastermind caught in a case of Fraud) બનાવ્યાં. પોલીસ (Gandhinagar Local Crime Branch) દ્વારા હીરાલાલ દાસના સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે.