- રાજ્યના શિક્ષણ વિભાગનો નિર્ણય
- ધોરણ 10ના વિદ્યાર્થીઓના LCમાં લખવું પડશે Mass Promotion
- અગાઉ ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં મોકલ્યા હોવાનું લખાતું હતું
- Mass Promotionને લીધે શિક્ષણ વિભાગે કરી જાહેરાત
ગાંધીનગર: કોરોની વૈશ્વિક મહામારીના કારણે રાજ્ય સરકારે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા રદ કરીને નિયમિત વિદ્યાર્થીઓને Mass Promotion આપવાની જાહેરાત કરી છે, ત્યારે જૂન મહિનાના અંત સુધીમાં વિદ્યાર્થીઓનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે. જેમાં આજે મંગળવારે શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે, વિદ્યાર્થીઓના લિવિંગ સર્ટિફિકેટ પર Mass Promotionનું રિમાર્ક લખવામાં આવશે.
આ પણ વાંચોઃ ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓએ કલેકટર કચેરી ખાતે વિરોધ કરી ન્યાયની માંગ કરી
પહેલાં કેવો હતો નિયમ?
Mass Promotion રાખવા બાબતે રાજ્યના શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ.પટેલ સાથે ટેલિફોનિક વાત કરતાં પટેલે જણાવ્યું હતું કે, પહેલાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા યોજાય ત્યારે શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓના લિવિંગ સર્ટિફિકેટ ઉપર ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં મોકલ્યા તેવું રિમાર્ક લખવામાં આવતું હતું, પરંતુ આ વર્ષે ધોરણ બોર્ડની પરીક્ષા યોજાવાની જ નથી અને તમામ વિદ્યાર્થીઓને Mass Promotion આપવાનું છે, ત્યારે LCમાં Mass Promotion જ લખવામાં આવશે. આ બાબતે શિક્ષણ વિભાગે પરિપત્ર પણ જાહેર કરી દીધો છે.