ગાંધીનગર : ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે, તેવા શહીદોની સ્મૃતિમાં 30મી જાન્યુઆરી 2022ને રવિવારના રોજ શહીદ દિને (Martyrs Day) સવારે 11 કલાકે 2 મિનિટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદવીરોને (Martyrs who sacrificed their lives for the country) માન અર્પણ (Tribute to martyrs) કરાશે. સમગ્ર રાજ્યમાં શકય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહનવ્યવહારની ગતિને આ 2 મિનિટ સુધી (2 minutes silence will be observed) બંધ રાખવા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જણાવાયું છે.
આ પણ વાંચો:બોટાદ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ સંભારણા (શહીદ) દિનની ઉજવણી કરવામાં આવી
10.59 થી 11.00 કલાક સુધી સાયરન વગાડાશે
રવિવાર તા. 30મી જાન્યુઆરી, 2022ના રોજ સવારે 10.59 થી 11.00 કલાક સુધી સાયરન વગાડાશે. સાયરન બંધ થાય કે તુરંત જ જયાં કાર્ય કરતા હોય તેવા બધા જ સ્થળોએ કામ કરનાર સૌ પોતપોતાની જગ્યાએ શાંત ઉભા રહી મૌન પાળે, જયાં શકય હોય ત્યાં વર્કશોપ, કારખાના અને કચેરીઓનું કામકાજ બંધ રાખવામાં આવે. આકાશવાણી 2 મિનિટ પોતાના કાર્યક્રમ બંધ રાખે અને રસ્તાઓ પરના વાહનવ્યવહાર શકય હોય ત્યાં સુધી થોભે તેવી વિનંતી કરવામાં આવી છે.