ગુજરાત

gujarat

ETV Bharat / city

બેધારીનીતિ: આદિવાસીના સર્ટિફિકેટ માટે ભાજપના ધારાસભ્યની અનેક રજૂઆત, કમિટીનો રિપોર્ટ પોઝિટિવ છતાં નથી મળતા સર્ટિફિકેટ - લુણાવાડા વિધાનસભા

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ(Preparations for Gujarat Assembly elections) ચારેબાજુ જોવા મળી રહી છે, એવામાં આદિવાસી સમાજ એક મહત્વનો ભાગ ભજવી રહ્યો છે. આદિવાસી વિસ્તારોમાં સતત રાજકારણીઓનો મારો રહ્યો છે. આ સમય દરમિયાન જીગ્નેશ સેવક દ્વારા સરકાર સમક્ષ એક માંગ કરવામાં આવી છે. જેમાં આદિવાસીનું સર્ટિફિકેટ ના મળતા હોવાની ફરિયાદ સરકાર સામે કરી છે.

બેધારીનીતિ: આદિવાસીના સર્ટિફિકેટ માટે ભાજપના ધારાસભ્યની અનેક રજૂઆત, કમિટીનો રિપોર્ટ પોઝિટિવ છતાં નથી મળતા સર્ટિફિકેટ
બેધારીનીતિ: આદિવાસીના સર્ટિફિકેટ માટે ભાજપના ધારાસભ્યની અનેક રજૂઆત, કમિટીનો રિપોર્ટ પોઝિટિવ છતાં નથી મળતા સર્ટિફિકેટ

By

Published : Jun 20, 2022, 10:28 PM IST

ગાંધીનગર: ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આદિવાસી સમાજ એક મહત્ત્વનો રોલ(Tribal society plays an important role) ભજવી રહ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે પછી કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ હોય આદિવાસી વિસ્તારોમાં સતત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને પ્રવાસ થઈ ગયો છે. જ્યારે રાહુલ ગાંધીએ પણ ભૂતકાળમાં આદિવાસી સમાજની વિસ્તારમાં રેલી અને સભાનું આયોજન કર્યું છે. એક ભાજપના જ ધારાસભ્ય જીગ્નેશ સેવક દ્વારા જ આદિવાસી સમાજના કુટુંબોને સાચા આદિવાસીનું સર્ટિફિકેટ(BJP MLA for Tribal Certificate) ન મળી રહ્યા હોવાની ફરિયાદ સરકાર સમક્ષ માંગ કરી છે.

ફરિયાદ બાબતે જીગ્નેશ સેવકે શુ કહ્યું

આ પણ વાંચો:Tribal Protest In Kevadia: કેવડિયામાં વિરોધ પ્રદર્શન કરી રહેલા આદિવાસી લોકો પર પોલીસનો લાઠીચાર્જ

ફરિયાદ બાબતે જીગ્નેશ સેવકે શુ કહ્યું -સાચા આદિવાસીને સર્ટિફિકેટ મળે તે બાબતે ભાજપના લુણાવાડા ધારાસભ્ય જીગ્નેશ સેવક ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા વિસ્તારના સાચા આદિવાસીઓને સર્ટિફિકેટ મળે તે માટે મેં અનેક વખત રાજ્ય સરકારમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. ચાર વખત રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તથા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા હાલના આદિજાતિ વિકાસ કેબિનેટ પ્રધાન(Cabinet Minister for Tribal Development) નરેશ પટેલને પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. વર્ષ 2019માં કમિટી દ્વારા જે પણ સાચા આદિવાસીઓ છે તેમને સર્ટિફિકેટ આપવાની ભલામણ પણ કરવામાં આવી છે. તેમ છતાં પણ હજી સુધી સર્ટિફિકેટ મળી રહ્યું નથી.

ફક્ત એક જ વિધાનસભા વિસ્તારમાં 993 પરિવારો - ગુજરાતમાં કુલ 27 બેઠકો ઉપર આદિવાસી સમાજનું પ્રભુત્વ છે. જ્યારે કુલ 40 બેઠકો ઉપર આદિવાસીના મત હાર જીત માટે મહત્વના સાબિત થાય છે. ફક્ત એક જ વિધાનસભા એટલે કે લુણાવાડા વિધાનસભામાં(Lunawada Assembly in Gujarat) જ 993 જેટલા પરિવારોને સરકારી કમિટી દ્વારા સાચા આદિવાસી ફેરવવામાં આવ્યા છે. કલેક્ટર દ્વારા તેમને સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યું નથી. તમામ બેઠકોની વાત કરવામાં આવે તો અનેક લોકોને કે જેઓ સાચા આદિવાસી છે, પરંતુ તેમ છતાં પણ તેઓને સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યું ન હોવાની ફરિયાદ પણ આડકતરી રીતે સરકાર સમક્ષ પહોંચી છે. એક બાજુ રાજ્ય સરકાર આદિવાસી સમાજના મત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. બીજી તરફ સાચા આદિવાસીઓને સર્ટિફિકેટ આપવામાં નથી આવી. હવે સરકારનું સ્ટેન્ડ કેવું રહેશે તે જોવાનું રહ્યું.

આ પણ વાંચો:Par Tapi Narmada Link Project: પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં આદિવાસી સમાજ, યોજશે વિશાળ રેલી

શું કહ્યું આદિજાતિ પ્રધાન નરેશ પટેલે - ભાજપના ધારાસભ્ય જીગ્નેશ સેવકની ફરિયાદને અનુલક્ષીને રાજ્ય સરકારના કેબિનેટ આદિજાતિ પ્રધાન નરેશ પટેલે ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, કમિટી દ્વારા જે પણ અહેવાલ આપવામાં આવ્યો છે. તે પ્રમાણે અત્યારે હવે ખરાઇ પણ કરાઈ રહી છે અને જે પણ સાચા આદિવાસી હશે તેઓને જાતિનું સર્ટિફિકેટ આપવામાં આવશે. હવે નિયમો પણ સુધારો કરવામાં આવ્યો છે. જેથી જે કાયદા પ્રમાણે નહીં હોય અને સર્ટીફીકેટ ધરાવતા હશે. તેવું સર્ટિફિકેટ પણ આપોઆપ રદ્દ થઈ જશે. જેથી ખોટા આદિવાસીઓને હવે ભવિષ્યમાં સર્ટિફિકેટ પણ પ્રાપ્ત થશે નહીં.

ABOUT THE AUTHOR

...view details