- મનસુખ માંડવીયાના નિવેદન સામે વિરોધ
- કોંગ્રેસ પ્રવકતા હિમાંશુ પટેલનું નિવેદન
- પાટીદાર સમાજને ઉશ્કેરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે
ગાંધીનગર : રાજકોટમાં કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવિયાની આગેવાનીમાં ભાજપની જનયાત્રા શરુ થઈ છે. ત્યારે તેમનું રાજકોટમાં ભવ્ય સ્વાગત કરાયું હતું જ્યાં તેમને પોતાની સ્પીચ આપતા કહ્યું હતું કે, પાટીદાર એટલે ભાજપ, મોદીએ સમાજને મહત્વ આપ્યું છે. આ નિવેદનથી રાજકારણ ગરમાયું છે.
સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી કેમ કરાયું
મનસુખ માંડવિયાના નિવેદન સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી મહામંત્રી હિમાંશુ પટેલે મીડિયા સમક્ષ વાત કરતા કહ્યું કે, હું પાટીદાર છું મે ક્યારેય નથી કહ્યું હું પાટીદાર છું. અમે પાટીદાર છીએ અને તમે પાટીદાર હોવ અને વોટ બેન્કના ઠેકેદાર હોવ તો ગાંધીનગર સરદાર પટેલ સંકુલનું નામ સ્વર્ણિમ સંકુલ કેમ કરવામાં આવ્યું, સરદાર પટેલ એરપોર્ટનું નામ અદાણી કેમ કરાયું, સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી કેમ કરાયું, આમ તેમણે પાટીદારના કહેવાયેલા નિવેદન સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો.