- ભાજપ સરકાર નિષ્ઠુર
- ભેંસ મરે તો ય 50 હજાર અને માણસ મરે તોય 50 હજાર
- સરકાર કોરોના મૃતકોના પરિવારજનોને લઈને નિર્દય
- ભાજપે સાથ ના પુરાવતા કોંગ્રેસે વોકઆઉટ કર્યું હતું
ગાંધીનગર- વિધાનસભા ગૃહમાં કોરોનામાં મૃત્યુ પામેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ મામલે કોંગ્રેસના ધારાસભ્ય શ્રદ્ધાંજલિ આપવા ઉભા થયાં હતાં. પરંતુ તમામને એક પછી એક શ્રદ્ધાંજલિ અપાતાં ભાજપે સાથ ન પુરાવતા કોંગ્રેસે વોકઆઉટ કર્યું હતું. ભાજપના ધારાસભ્ય શ્રદ્ધાંજલિમાં ન જોડાતાં કોંગ્રેસે વોક આઉટ કર્યું હતું અને નારા લગાવી બહાર નીકળી ગયાં હતાં. કોંગ્રેસ ધારાભ્ય વીરજી ઠુમરે કહ્યું કે, ભેંસ મરી જાય તો પણ 50 હજાર અને પશુ મરી જાય તો પણ 50 હજાર રૂપિયા આવું કેમ કહી બહાર આવી સરકાર પર પ્રહાર કર્યા હતા.
પહેલા દિવસે જ કોંગ્રેસે વોક આઉટ કર્યું
વિધાનસભા ગૃહમાં કોરોનામાં મૃત્યુ પામેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવા બન્ને પક્ષો આમને સામને આવી ગયાં હતાં અને કોંગ્રેસ પક્ષે વોક આઉટ કર્યું હતું. નારા લગાવી તેઓ વિધાનસભાથી બહાર નીકળી ગયાં હતાં. જો કે નીતિન પટેલ સહિતના પૂર્વ પ્રધાનો આ મામલે કોઇ ટિપ્પણી કરવાથી દૂર રહ્યાં હતાં.
કોરોના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા મુદ્દે કોંગ્રેસ વોક આઉટ કર્યું કોંગ્રેસે શરમ કરો શરમ કરોના નારા લગાવ્યાંઅધ્યક્ષ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ગયા સેશનમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કોરોનામાં મરણ પામનાર લોકોને ગૃહમાં શ્રદ્ધાંજલિ આપવાની વિપક્ષ નેતાએ માગ કરી હતી. મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ તેમાં હસ્તક્ષેપ કરી ગૃહમાં નિવેદન આપતાં કહ્યું કે, શ્રદ્ધાંજલિ માટે યોગ્ય સમય નથી. રાજેન્દ્ર ત્રિવેદીએ વધુમાં કહ્યું હજી ત્રીજી લહેર ગઈ નથી. કોરોના મૃતકોને શ્રદ્ધાંજલિ ન પાઠવતા કોંગ્રેસના સભ્યોએ વોક આઉટ કર્યું હતું અને શરમ કરો શરમ કરોના નારા લગાવ્યાં હતાં.
નીતિન પટેલ સહિતના પૂર્વ પ્રધાનો આ મામલે કોઇ ટિપ્પણી કરવાથી દૂર રહ્યાં ભેંસ મરી જાય તો પણ 50 હજાર રૂપિયા અને માણસ મરી જાય તો પણ 50 હજાર રૂપિયા કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે કહ્યું કે, સરકારની સામે અમે કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી પણ સરકાર ના માની. ભેંસ મરી જાય તો પણ 50 હજાર રૂપિયા અને માણસ મરી જાય તો પણ 50 હજાર રૂપિયા આ કેવું? એમ કહી આ વાતનો વિરોધ કર્યો હતો. તો આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું કે, કોંગ્રેસ નાટક કરી રહી છે આ એક રાજકીય સ્ટંટ છે. વિધાનસભામાં આ પ્રકારની નિમ્ન કક્ષાની ઉજવણી થઈ રહી છે. સરકારે અગાઉ કોરોના મૃતકોના પરિવારને રુપિયા 4 લાખ આપવાની વાત કરી હતી. હવે સરકાર પોતાના વચનમાંથી ફરી ગઈ છે. સરકાર કોરોના મૃતકોના પરિવાર જનોને 50,000 જેટલી મામૂલી રકમ આપવાની વાત કરે છે. તે ખરેખર કોરોના મૃતકોનું અપમાન છે. કુદરતી આપતિમાં ભેંસ મરે તો ય 50 હજારની સહાય ચૂકવાય છે. હવે માણસ મરણની સહાય પણ 50 હજાર ચૂકવવાની જાહેરાત ભાજપના રાજમાં જ શક્ય બને. અમારી માગ છે કે, કોરોના મૃતકોના પરિવારને 4 લાખની સહાય ચૂકવાય.
કોરોના વોરિયર્સનું અપમાનસરકારે કોરોના વોરિયર્સ કોરોનાથી મૃત્યુ પામે તો 25 લાખ ચુકવવાની જાહેરાત કરી હતી. તે પણ ચૂકવાઈ નથી.