- રાજ્યમાં 10 હજાર સેન્ટરોમાં બાળકો અને માતાઓને રસી આપવાનું કામ થયું
- ગાંધીનગર જિલ્લાના બોરીજ ગામમાં મમતા દિવસનો યોજાયો કેમ્પ
- વર્ષે 12 લાખ બાળકોનો જન્મ થાય છે, જેમને કરવામાં આવે છે રસીથી સુરક્ષિત
- બુધવારે અને રવિવારે વેક્સિન બંધ રહેશે
ગાંધીનગર: કોરોના રસી (Corona vaccine)ના પગલે મમતા દિવસ નિમિતે આ કેમ્પ મોટા પ્રમાણમાં નિયમિત થતાં નહોંતા જ્યારે હવેથી દર બુધવારે આ પ્રકારે કેમ્પ દરેક જગ્યાએ કરવામાં આવશે. આ સંદર્ભે હાજર રહેલા નીતિન પટેલે (Nitin Patel)ની હાજરીમાં ગાંધીનગર જિલ્લાના બોરીજ ખાતેની પ્રાથમિક શાળા નંબર-1 ખાતે આ કેમ્પનું આયોજન કરાયુ હતું. જેમાં તેઓએ કહ્યું કે, દર વર્ષે 12 લાખ બાળકોનો જન્મ થાય છે. બાળકો અને માતાઓને રસી દ્વારા સુરક્ષિત કરવાનું કામ કરવામાં આવે છે. રાજ્યના 10 હજાર સેન્ટરોમાં બાળકો અને માતાઓને રસી આપવાનું કામ કરવામાં આવે છે. કોરોનાની રસીની વાત કરીએ તો મેડિકલ કર્મચારીઓ છેલ્લા 2 વર્ષથી પ્રજાલક્ષી કામ કરી રહ્યા છે, માટે હવે બુધવારે અને રવિવારે વેક્સિન બંધ રહેશે.
ટીબી, ધનુર, ઓરી જેવા 10 રોગો સામે રક્ષણ મળી શકે માટે અપાય છે બાળકોને રસી
નાયબ મુખ્ય પ્રધાને કહ્યું કે, "મમતા દિવસના રોજ બાળકનું રસીકરણ કરવામાં આવે છે. બાળકોને અપાતા રસીકરણથી રોકી શકાય તેવા 10 રોગ સામે આ રસીકરણ કારગત છે. જેમાં ટીબી, ધનુર, ઓરી, કમળો, પોલીયો, ન્યૂમોનિયા વગેરે સામે રક્ષણ મળી શકે છે. જેથી આ કાર્યક્રમનું નામ ઇન્દ્રધનુષ રાખવામાં આવ્યું છે. આશા વર્કર દ્વારા ઘરે ઘરે જઈને રસી આપવા માટે જણાવવામાં આવે છે. 12 લાખ બાળકોને રસીકરણનો લાભ મળ્યો છે. નોકરી-ધંધામાં અને ઓછા જાણકાર હોય અને ગુજરાત બહારના હોય તેવા લોકો વતન જાય ત્યારે રસીથી વંચિત રહી જતા હોય છે. વંચિત હોય તેમને રસી અપવાનું કામ ગુજરાત સરકાર કરે છે."
પોલિયોની જેમ જુદા રોગોથી મુક્ત કરવા રસીકરણ કરવામાં આવે છે
1 લાખ જેટલા બાળકો એવા હશે જે રસી નહીં લઇ શક્યા હોય. પોલિયો મુક્ત ગુજરાત અને ભારત બનાવ્યું તેમ જુદા જુદા રોગોથી મુક્ત કરવા રસીકરણ કરવામાં આવે છે. આ રસીકરણ વિના મૂલ્યે કરવામાં આવે છે. સુખી સંપન પરિવાર 500થી 1 હજાર રૂપિયા ખર્ચે એ પછી ખાનગી હોસ્પિટલમાં રસી આપવામાં આવતી હોય છે. દર બુધવારે મમતા દિવસ વર્ષોથી થાય છે. બાળકની સુખાકારી માટે આરોગ્ય વિભાગનો નક્કી કરેલો આયોજિત કારેલ કાર્યક્રમ છે. તેવું નીતિન પટેલે જણાવ્યું હતું.