ગુજરાત

gujarat

ETV Bharat / city

માલધારીઓને ખેડૂતોની વ્યાખ્યામાં શામેલ કરવામાં આવે: કોંગ્રેસ ધારાસભ્ય - કોંગ્રેસ ન્યૂઝ

વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે વિધાનસભા ગૃહમાં એવી માંગ કરી કરી હતી કે, માલધારીઓને ખેડૂતોની વ્યાખ્યામાં શામેલ કરવામાં આવે. પશુપાલન, ખેતી એકબીજાના પર્યાય છે.

ધારાસભ્ય લાખાભાઈ
ધારાસભ્ય લાખાભાઈ

By

Published : Mar 23, 2021, 4:37 PM IST

Updated : Mar 23, 2021, 7:02 PM IST

  • કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે કરી માંગ
  • વિધાનસભા ગૃહમાં કરી રજૂઆત
  • પશુપાલન-ખેતી એકબીજાના પર્યાય: લાખાભાઈ

ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે માલધારીઓને ખેડૂતોની વ્યાખ્યામાં શામેલ કરવામાં આવે તેવી માંગ કરતા કહ્યું કે, માલધારીઓને પાંચ એકર જમીનની મર્યાદામાં જમીન ખરીદીના હકો આપવામાં આવે. પોતાના પશુઓનું પાલન થઈ શકે એ માટે ખેતીની જમીન ખરીદવાના હક મળવા જોઈએ. ખેડૂતો પણ આબાદ થાય તે પ્રકારની કામગીરી થવી જોઈએ. તેમાં પણ ખેતી ઉત્પાદન અને વીજળી મળવાના મુદ્દે પોતાની વાત રજૂ કરી હતી.

આ પણ વાંચો:સૌર ઊર્જા આધારિત વાહનોની આંતરિક પરિવહન યોજના માત્ર પ્રાયોગિક ધોરણે હતીઃ ઉર્જા પ્રધાન

ખેડૂતોને 08ની જગ્યાએ 10 કલાક વીજળી આપો

ભૂતકાળમાં હોર્સ પાવર પર વીજળી આપી કોંગ્રેસે ખેડૂતોના આર્થિક મુશ્કેલી દૂર કરવાના પ્રયત્નો કર્યા હતા. ખેડૂતોને આબાદ કરવા માટે 08 કલાકની જગ્યાએ 10 કલાક વીજળી આપવામાં આવે.

આ પણ વાંચો:સરકાર ગીરના ખેડૂતોને આંબા સાચવવા રૂપિયા આપે: હર્ષદ રિબડીયા

ખેતીની જેટલી ઉપજ થઈ હોય તેટલી ખરીદી થવી જોઈએ

ટેકાના ભાવે ચણાની ખરીદીમાં મર્યાદા 50 મણના ભાવે કરવામાં આવે છે, પરંતુ જેટલી પણ ઉપજ થઈ હોય તેટલી ખરીદી કરવી જોઈએ. ડાંગરની ખરીદી ઓનલાઇન થતી ત્યારે અનેક દિવસો સુધી ખેડૂતોને બોલાવવામાં આવતા નહોતા.

2 કિ.મી સુધી ખેડૂતોની લાઈનો લાગતી હતી

રાજકોટ-જામનગર માર્કેટમાં 2 કિ.મી.ની ખેડૂતોની લાઈનો લાગતી જોઈ હતી. આપણો દેશ ખેતી પ્રધાન છે, પરંતુ ખેડૂતો આબાદ નહીં હોય તો ગામડાઓ કઈ રીતે આબાદ થશે. જગતના તાતની આ પ્રકારની સ્થિતિ ન હોવી જોઈએ.

Last Updated : Mar 23, 2021, 7:02 PM IST

ABOUT THE AUTHOR

...view details