ગુજરાત

gujarat

ETV Bharat / city

Maldhari Community Agitation: માલધારી સમાજનું મહાઆંદોલન મોકૂફ, 15 માંગો સામે સરકારે માંગ્યો 15 દિવસનો સમય - પશુપાલકોને દૂધ સબસિડી

PM મોદીની ગુજરાત મુલાકાત અને CM ભૂપેન્દ્ર પટેલની વિનંતી બાદ માલધારી સમાજનું મહાઆંદોલન (Maldhari Community Agitation in Gujarat) મોકૂફ રાખવામાં આવ્યું છે. માલધારી સમાજે સરકાર સામે 15 માંગો રાખી છે. સરકારે 15 દિવસનો સમય માંગ્યો છે. માંગો નહીં સ્વીકારવામાં આવે તો આંદોલનની ચીમકી કોંગ્રેસના MLA રઘુ દેસાઈએ આપી છે.

માલધારી સમાજનું મહાઆંદોલન મોકૂફ, 15 માંગો રાખી
માલધારી સમાજનું મહાઆંદોલન મોકૂફ, 15 માંગો રાખી

By

Published : Apr 18, 2022, 6:38 PM IST

ગાંધીનગર:મંગળવારે 18 એપ્રિલના રોજ રાજ્યના તમામ જિલ્લાથી માલધારીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી (satyagrah chhavani gandhinagar) આવીને આમરણાંત ઉપવાસ કરવાના હતા.રખડતા પશુઓના નિયંત્રણ માટે ઘડવામાં આવેલા કાયદાને લઇને માલધારી સમાજ વિરોધ (Protest By Maldhari Community In Gandhinagar) કરવાનો હતો. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે માલધારી આગેવાનો સાથે બેઠક કરીને 15 દિવસની અંદર નિર્ણય કરવાની જાહેરાત કરી છે. જો રાજ્ય સરકાર 15 દિવસમાં સત્તાવાર નિર્ણય લઈ લે અને માંગ નહીં સ્વીકારે તો ઉગ્ર આંદોલન ગાંધીનગરમાં કરવાની ચીમકી પણ કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈએ આપી છે.

15 દિવસમાં સત્તાવાર નિર્ણય નહીં લેવામાં આવે તો ઉગ્ર વિરોધ કરાશે

સરકારે 15 દિવસનો સમય ફાળવ્યો- કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યના તમામ જિલ્લામાંથી માલધારીઓ (Maldhari Community In Gujarat) ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન (Maldhari Community Agitation in Gujarat) કરવાના હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે વડાપ્રધાનની ગુજરાત મુલાકાત (PM Modi Gujarat Visit) અને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની વિનંતીને કારણે આંદોલન મોકૂફ રાખ્યું છે. સરકારે 15 દિવસનો સમય ફાળવ્યો છે અને 15 દિવસ બાદ ફરીથી બેઠક મળશે અને તેમાં ખાસ ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો:Narendra Modi visit Gujarat 2022: વડાપ્રધાનના ગુજરાત આગમન સમયે માલધારી પંચાયત દ્વારા કરવામાં આવશે ઉગ્ર દેખાવો

આ માંગ કરવામાં આવી-ગુજરાત હેરિટેજ નિયંત્રણને કાયદાકીય રીતે રદ કરવું જોઈએ. મહાનગરપાલિકામાં પાલિકા વિસ્તારથી દૂર મુંબઈ આરે કોલોની જેવી સ્થાપના કરી વસાહતો આપવામાં આવે તો માતાઓ અને પશુઓ માટે કાયમી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી થાય માટે આ વસાહતો માટે જમીન ફાળવણી કરવી જોઈએ. રખડતા નંદી માટે નંદી હોસ્ટેલ (Nandi Hostel In Gujarat) વ્યવસ્થા કરવામાં આવે. દરેક જિલ્લામાં સરકારી ગૌશાળા બનાવવામાં આવે. સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પ્રમાણે 100 ઢોરે 40 એકર જમીન નીમ કરવામાં આવે અને ગૌચર દબાણ દૂર કરવામાં આવે.

ઘેટા વિકાસ નિગમને સબસિડી આપવામાં આવે- પશુઓને રાખવા માટે વાડાઓ પશુપાલકોના નામે કરવામાં આવે. પશુપાલનનો ધંધો (animal husbandry business) ખેતી આધારિત હોવાથી પશુપાલકોને 5 એકર જમીન ખેતી માટે ખરીદી શકે તેવી કાયદામાં જોગવાઇ અને ખેડૂતોની વ્યાખ્યામાં ગણવામાં આવે તો રખડતાં ઢોર (stray cattle in gujarat)ના પ્રશ્નનો કાયમી નિકાલ આવે. ગોપાલક વિકાસ નિગમ (gopalak vikas nigam gandhinagar) કે ઘેટા વિકાસ નિગમને સબસિડી સાથે 500 કરોડ રૂપિયા ફાળવવામાં આવે. સહકારી ક્ષેત્રમાં ગોપાલક મંડળીઓ અને તેમના મતનો અધિકાર જે પહેલા હતો તે પ્રમાણે આપવામાં આવે. અમદાવાદ શહેરમાં સોદા નગર, અમરાઈવાડી, ઓઢવ જેવી વસાહતોને તેમના માલિકીના હક આપવા જોઈએ.

આ પણ વાંચો:Law on Stray Cattle In Gujarat: કાયદો મોકૂફ રહે તેવો કોઈ નિયમ નથી, રાજ્યપાલ બિલ પરત કરે તેવી માંગ સાથે કોંગ્રેસનું આવેદનપત્ર

ગોપાલક મંડળીઓને પુનર્જીવિત કરવામાં આવે-ગીર, બરડા, આલેચના માલધારીઓને બંધારણ પ્રમાણે 17,551 કુટુંબોનેની પાસે vdc કાર્ડ છે તેમને STનો લાભ આપવામાં આવે. જંગલની જમીનનો વંડીયો ચરિયાણ માટે માલધારીઓને આપવામાં આવે. રાજસ્થાન સરકાર એક લીટર ઉપર સરકારી સબસિડી 5 રૂપિયા આપે છે તેવી રીતે ગુજરાતમાં પણ પશુપાલકોને દૂધમાં (Milk subsidies to pastoralists) 5 રૂપિયાની સબસિડી આપવામાં આવે. ગોપાલક મંડળીની જમીનો જે ગોપાલકની ખેતી કરવા માટે આપવામાં આવી હતી તે મંડળી ફડચામાં કાઢવામાં આવી છે તે ગોપાલક મંડળીઓને પુનર્જીવિત કરવામાં આવે અને આ જમીનો ગોપાલકોને પરત કરવામાં આવે. રાજ્યમાં પકડાયેલા પશુ અને છોડવા માટે 90-અ મુજબ કરવામાં આવતી પોલીસ ચાર્જશીટ રજૂ કરવામાં આવે. પશુપાલન વગર નોકરીઓની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગો કરવામાં આવી છે.

15 દિવસ બાદ ઉગ્ર આંદોલન- કોંગ્રેસના આગેવાનોએ આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી હતી અને 15 દિવસ બાદ ફરીથી કોંગ્રેસના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવશે. જો કોઇ નક્કર નિર્ણય નહીં આવે તો આગામી દિવસમાં ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉગ્ર આંદોલનની ચીમકી પણ રઘુ દેસાઇએ ઉચ્ચારી હતી.

ABOUT THE AUTHOR

...view details