- માં કાર્ડ બાબતે રાજ્ય સરકારે કર્યો મહત્વનો નિર્ણય
- ગણતરીના કલાકોમાં આપવામાં આવશે સહાય
- આ અગાઉ 2 દિવસનો સમય લાગતો હતો
ગાંધીનગર :રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે માં કાર્ડ તથા પ્રધાનમંત્રી આરોગ્ય કાર્ડ એક આશીર્વાદ સમાન બન્યું છે, ત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આ બન્ને કાર્ડને એક કરીને પ્રધાનમંત્રી આરોગ્ય કાર્ડ નામ આપવામાં આવ્યું છે, આ સાથે જ આજે ગુરૂવારે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેમાં હવે માં કાર્ડ ધારકોને ફક્ત ગણતરીના કલાકોમાં જ સહાયની રકમ જમા કરવામાં આવશે.
આ પણ વાંચો:અમદાવાદમાં 2 સફાઈ કામદારોના ગટરમાં પડી જતા મોત, વધુ એક કર્મચારી લાપતા
શું છે પ્રોસેસ ?
જો કોઈપણ વ્યક્તિને આરોગ્ય કાર્ડ કઢાવવું હોય તો જે તે આરોગ્ય સંસ્થા અથવા તો PHC /CHC સેન્ટરમાં જઈને કાર્ડ ઇશ્યૂ કરાવી શકે છે અને કાર્ડ ઇશ્યૂ થયાના 2 થી 3 દિવસ બાદ કાર્ડમાં રાજ્ય સરકારના નોટિફિકેશન પ્રમાણે 5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. જેથી ઇમર્જન્સી અથવા તો ત્યારબાદના ગાળામાં જો વ્યક્તિ દાખલ થાય તો તે સહાયનો ઉપયોગ કરી શકે, પરંતુ હવે વ્યક્તિ જ્યારે માં કાર્ડ નવું ઈશ્યૂ કરશે ત્યારે ગણતરીના કલાકોમાં જ આ 5 લાખ રૂપિયાની સહાય તાત્કાલિક ધોરણે જમા કરાવવામાં આવશે.