ગાંધીનગર : દેશમાં કોરોના બાદ હવે પશુઓમાં લંપી વાયરસનો પ્રવેશ થયો છે ત્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં સૌરાષ્ટ્ર ઝોનમાં પશુઓમાં લંપી વાયરસની અસરો (Lumpy Skin Disease) જોવા મળી છે. રાજકોટમાં પાંચ જેટલા લંપી વાયરસના કેસ(Spreading Lumpy Disease in Cows ) સામે આવ્યા છે, ત્યારે રાજ્ય સરકાર પણ તાત્કાલિક ધોરણે પશુપાલન વિભાગની ઇમર્જન્સી બેઠક બોલાવીને પશુઓમાં રસીકરણની (Vaccination against Lumpy virus) કાર્યવાહી તેજ કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે.
શું કહ્યું પશુપાલન વિભાગના પ્રધાને- સૌરાષ્ટ્રમાં જે રીતે લંપી વાયરસ કેસ (Lumpy Skin Disease) એક પછી એક સામે આવી રહ્યા છે તેને ધ્યાનમાં લઈને રાજ્યના પશુપાલન કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલ (Animal Husbandry Minister Raghavji Patel) મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં પશુઓમાં લંપી વાયરસના પોઝિટિવ કેસો(Spreading Lumpy Disease in Cows ) સામે દેખાઇ રહ્યા છે. ત્યારે પશુપાલન વિભાગના તમામ અધિકારીઓ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફરીથી વધારાની એક બેઠક આવતીકાલે યોજવામાં આવશે.
રસીકરણ તેજ બનાવાશે -લંપી વાયરસને નાથવા માટે રસીકરણ (Vaccination against Lumpy virus)અભિયાન તેજ બનાવવાની સૂચનાઓ પણ અધિકારીઓને આપવામાં આવી છે. જ્યારે લંપી વાયરસના કારણે અત્યાર સુધીમાં અમુક પશુઓના મૃત્યુ (Lumpy Skin Disease) પણ થયાં છે. ઉલ્લેખનીય છે કે વધુ પશુઓના મૃત્યુ ન થાય તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા ઈમરજન્સી બેઠક બોલાવીને રસીકરણ વધુ તેજ કરવાની સૂચના પણ અધિકારીઓને આપવામાં આવી છે.