ગાંધીનગર: હવેથી લોકરક્ષ દળની ભરતી (Recruitment of Lokrakshak Dal)માં રાજ્યમાં સૌપ્રથમવાર ખાસ કિસ્સામાં 10 ટકાને બદલે હવે 20 ટકા પ્રતિક્ષાયાદી (LRD Waiting List 2022) તૈયાર કરાશે. રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ આ માહિતી આપી હતી. 10 હજાર જગ્યાઓ પર ભરતી કરવા માટે સૌથી મોટો ભરતી કાર્યક્રમ ગુજરાત સરકારે હાથ ધર્યો હતો. વિશાળ પાયા પર હાથ ઘરેલી પ્રક્રિયાના અંતે લાયક ઉમેદવારો (Candidates For LRD In Gujarat)ને નિમણૂક આપી દેવાઇ છે.
આ પણ વાંચો:LRD Exam Gujarat 2022: LRDની પરીક્ષાને લઈને પરિવહન નિગમની મહત્વની જાહેરાતા, વધારાની ST બસો મુકાશે
અનેક ઉમેદવારને સરકારી સેવામાં જોડાવાની તક મળશે- સામાન્ય રીતે વિવિધ ભરતી પ્રક્રિયામાં પસંદગી યાદી બાદ 10 ટકા જગ્યાની વેઇટિંગ લિસ્ટ (government job waiting list in gujarat) તૈયાર કરવામાં આવે છે, પરંતુ આશાસ્પદ યુવાનો-યુવતીઓને રોજગારી (Employment In Gujarat)ની તક મળે તે માટે હવે 10 ટકાને બદલે 20 ટકાની પ્રતીક્ષાયાદી તૈયાર કરવામાં આવશે. આ નિર્ણયને પરિણામે જે ઉમેદવારો નોકરી માટે અરજી કરવાની મહત્તમ વય મર્યાદા પૂરી કરી ચૂક્યા હતા અને નોકરી મેળવવાની આશાને તિલાંજલિ આપી ચૂક્યા હતા તેવા ઉમેદવારને સરકારી સેવામાં જોડવાની તક મળશે.