ગુજરાત

gujarat

ETV Bharat / city

LRD Exam Results Out : LRD પરીક્ષામાં 2.94 લાખ ઉમેદવાર પાસ 10 એપ્રિલે લેખિત પરીક્ષા યોજાશે - LRD Main Exam Mark

આજે લોકરક્ષક દળના અધ્યક્ષ હસમુખ પટેલે સત્તાવાર રીતે પરિણામ જાહેર કર્યું છે. 81,000 મહિલા ઉમેદવારો સહિત પાસ થયેલા (LRD Exam Results Out) ઉમેદવારો માટે આગળની શી સૂચનાઓ છે તે જાણવા ક્લિક કરો.

LRD Exam Results Out :  LRD પરીક્ષામાં 2.94 લાખ ઉમેદવાર પાસ 10 એપ્રિલે લેખિત પરીક્ષા યોજાશે
LRD Exam Results Out : LRD પરીક્ષામાં 2.94 લાખ ઉમેદવાર પાસ 10 એપ્રિલે લેખિત પરીક્ષા યોજાશે

By

Published : Feb 21, 2022, 9:16 PM IST

ગાંધીનગર : રાજ્યમાં વિજય રૂપાણીની સરકાર ગયા બાદ ભૂપેન્દ્ર પટેલની સરકાર સત્તામાં આવી અને ગણતરીના દિવસોમાં જ ગૃહ વિભાગની ખાલી પડી રહેલ 10,000થી વધુ જગ્યા ઉપર જાહેરાત બહાર પાડી હતી. જેમાં પીએસઆઇ અને લોક રક્ષક દળ દળની પ્રેક્ટીકલ પરીક્ષા પૂર્ણ થઇ છે. ત્યારે આજે લોકરક્ષક દળના અધ્યક્ષ હસમુખ પટેલે (Lok Rakshak Dal Chairman Hasmukh Patel) સત્તાવાર રીતે (LRD Exam Results Out) પરિણામ જાહેર કર્યું છે. જેમાં કુલ 2.94 લાખ (2.94 lakh candidates pass LRD Exam) જેટલા ઉમેદવારો પાસ થયા છે. આ ઉમેદવારોમાં 81000 મહિલાઓનો (LRD Woman Candidate) પણ સમાવેશ થાય છે.

28 ફેબ્રુઆરી સુધી ઉમેદવારો માટે વાંધા અરજી મંગાવવામાં આવી છે

28 ફેબ્રુઆરી સુધી વાંધા અરજી

લોકરક્ષક દળના અધ્યક્ષ હસમુખ પટેલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે આજે બે લાખ હજાર જેટલા ઉમેદવારો લોકરક્ષક શારીરિક કસોટીમાં પાસ (LRD Exam Results Out) થયા છે. જ્યારે કોઇપણ ઉમેદવારને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો 28 ફેબ્રુઆરી સુધી તેઓ વાંધા અરજી કરી શકે છે. બોર્ડ દ્વારા કોઇપણ ઉમેદવારને અન્યાય નહીં થાય અને કોઈ પણ પ્રકારના વાંધા ચલાવી નહી લેવાય. એટલે આ પરીક્ષા નિષ્પક્ષપણે યોજવા માટે જ 28 ફેબ્રુઆરી સુધી ઉમેદવારો માટે વાંધા અરજી મંગાવવામાં આવી છે. જેનો ટૂંકાગાળામાં તમામ વાંધા અરજીઓનો નિકાલ કરવામાં આવશે.

10 એપ્રિલના દિવસે લેખિત પરીક્ષા

લોકરક્ષક દળની ભરતી માટે બોર્ડ દ્વારા લેખિત પરીક્ષાની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે. લોકરક્ષક દળના અધ્યક્ષ પટેલે વધુમાં જાહેરાત કરતા જણાવ્યું હતું કે વાંધા અરજીની નિકાલ બાદ 10 એપ્રિલના (LRD Main Exam Date) રોજ લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કુલ 125 માર્કનું પેપર (LRD Main Exam Mark) રાખવામાં આવ્યું છે. 125માંથી શારીરિક કસોટી 25 ગુણ ગણવામાં આવશે.

આ પણ વાંચોઃ LRD candidates Protest in Gandhinagar: વિરોધ કરી રહેલા LRD ઉમેદવારોએ અટકાયતથી બચવા કર્યું એવું કે પોલીસ પણ ઊભી રહી ગઈ

4 મહાનગરપાલિકામાં યોજાશે લેખિત પરીક્ષા

હસમુખ પટેલે વધુમાં જણાવ્યું હતું કે લેખિત પરીક્ષા બાબતે બોર્ડ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે અને શિક્ષણ વિભાગ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. આયોજનના ભાગરૂપે પ્રાથમિક રીતે રાજ્યના ચાર મહાનગરોમાં પરીક્ષા (LRD Main Exam Date) યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શિક્ષણ વિભાગને પત્ર લખીને જાણ કરવામાં આવી છે કે ચાર મહાનગરોમાં કેટલી શાળાઓ સીસીટીવીની સુવિધાઓ(LRD Main Examination CCTV Surveillance) ધરાવે છે તે તમામ પ્રકારની માહિતી મંગાવવામાં આવી છે. સીસીટીવી સુવિધાથી ધરાવતી શાળાઓમાં જ લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.

આ પણ વાંચોઃ સચિવાલય ગેટ-1 પાસે LRD ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન, પોલીસે તમામની કરી અટકાયત

ABOUT THE AUTHOR

...view details