ગાંધીનગર : રાજ્યના ગૃહવિભાગમાં ખાલી પડેલી જગ્યા પર ભરતી પ્રક્રિયા (Recruitment process in Home Department) ચાલુ છે અને PSI તથા LRD ની પરીક્ષા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આન્સર કી પણ 27 એપ્રિલનાં રોજ મુકી દેવામાં આવી છે. ત્યારે કેટલાક ઉમેદવારો દ્વારા આઠથી નવ પ્રશ્નોના જવાબમાં વિસંગતતા હોવાની ફરિયાદ કરી હતી. જેે અંતર્ગત ભૂતકાળમાં લોકરક્ષક દળ કમિટીની બેઠક (Lokarakshak Dal Committee Meeting) મળી હતી. જે આન્સર શીટ 27 એપ્રિલના રોજ મૂકવામાં આવી હતી, ત્યારબાદ હવે LRD નું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જૂન મહિનાના અંત સુધીમાં જાહેર કરવામાં આવશે તેવી જાહેરાત લોકરક્ષક દળના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા કરવામાં આવી છે. LRDમાં કુલ 10,459ની ભરતી કરવામાં આવશે.
પરીક્ષાના પરિણામની પ્રક્રિયા વિશે મહત્ત્વની જાણકારી આપવામાં આવી આ પણ વાંચોઃ LRD પરીક્ષા પરિણામ જાહેર થશે, આન્સર કી રીચેકિંગ વગેરેની માહિતી જાણી લો : હસમુખ પટેલ IPS
શું કહ્યું લોકરક્ષક દળના અધ્યક્ષ હસમુખ પટેલે - LRD પરીક્ષાના પરિણામ મામલે લોકરક્ષક દળ બોર્ડના (LRD Recruitment Board ) અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું કે 10 એપ્રિલના રોજ લેખિત પરીક્ષા યોજવામાં આવી હતી. આ લેખિત પરીક્ષામાં કુલ 2 લાખ 95 હજાર ઉમેદવારો હાજર રહ્યાં હતાં. પરંતુ કુલ 10,459 જગ્યા પર ભરતી થશે. પાસ થયેલા ઉમેદવારોના કુલ જગ્યાના ડબલ ઉમેદવારોના જૂનના અંત સુધીમાં lrdના ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટ બહાર પાડવામાં આવશે. જેમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બે ગણા ઉમેદવારો બોલાવવામાં આવશે. આમ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 21 હજાર ઉમેદવારોનું લિસ્ટ બહાર પાડવામાં આવશે. સાથે જ ડોક્યુમેન્ટની વેરિફિકેશનની પ્રક્રિયાની માહિતી વેબસાઇટ પર મુકવામાં આવશે.
આ પણ વાંચોઃ LRD Waiting List 2022: LRD ઉમેદવારો માટે આનંદના સમાચાર, હવે 20 ટકા વેઇટિંગ લિસ્ટ
પીએસઆઇ પરિણામ બાદ અંતિમ પરિણામ થશે જાહેર - પરિણામ બાબતે હસમુખ પટેલે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે પીએસઆઇની પરીક્ષાનું અંતિમ પરિણામ બહાર આવી જશે ત્યારબાદ એલઆરડી પરીક્ષા પરિણામની (LRD Exam Result 2022) તૈયારીઓ શરૂ કરવામાં આવશે. ત્યારબાદ જ ઉમેદવારોના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પીએસઆઇ અને લોક રક્ષક દળમાં એવા અનેક ઉમેદવારો છે જે બંને પરીક્ષામાં પાસ થયા છે. ત્યારે પીએસઆઇના પરિણામ બાદ જ લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આમ પીએસઆઇના પરિણામ બાદ લોકરક્ષક દળ પરીક્ષાપરિણામ પર કામકાજ આગળ વધારવામાં આવશે જેથી એક હજાર જેટલા ઉમેદવારોને ફાયદો થઇ શકે.