ગુજરાત

gujarat

ETV Bharat / city

અરબ સાગરમાં લૉ પ્રેશર સર્જાશે તો કચ્છ, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં વાવઝોડાની અસર થવાની સંભાવના

અરબ સાગરમાં લૉ પ્રેશર સર્જાઈને સાયકલોનમાં પરિણમે છે તો કચ્છ તથા સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં અસર થવાની સંભાવના છે. હવામાન વિભાગે તેને લઈને નિરીક્ષણ કર્યું હતું.

અરબ સાગરમાં લૉ પ્રેશર સર્જાશે તો કચ્છ, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં વાવઝોડાની અસર થવાની સંભાવના
અરબ સાગરમાં લૉ પ્રેશર સર્જાશે તો કચ્છ, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં વાવઝોડાની અસર થવાની સંભાવના

By

Published : May 12, 2021, 10:16 PM IST

  • સાયકલોનમાં પરિણમે છે તો "તોકતે" વાવાઝોડુ બનશે
  • સમગ્ર વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચન કરાયું
  • હવામાન ખાતા દ્વારા ગુજરાતને કરાયું એલર્ટ
  • પ્રિમોન્સૂન પ્લાન અંગે પણ બેઠક યોજાઇ

ગાંધીનગર: રાજ્યમા સંભવિત વાવાઝોડા સંદર્ભે રાજય સરકાર સંપૂર્ણ સુસજ્જ છે તેમ ગૃહ રાજયપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ દ્વારા ગાંધીનગર એસ.એસ. વન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં હવામાન ખાતાએ કહેલી વાતના આધારે તેમને આ વાત જણાવી હતી. તેમણે જણાવ્યું હતુ કે, અરબ સાગરમાં લૉ પ્રેશર સર્જાઈને સાયકલોનમાં પરિણમે છે તો "તોકતે" વાવાઝોડુ બનશે. જે કચ્છ તેમજ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં અસર થવાની સંભાવના છે.

રાજ્યમા સંભવિત વાવાઝોડા સંદર્ભે રાજય સરકાર સંપૂર્ણ સુસજ્જ છે તેમ ગૃહ રાજયપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું

આ પણ વાંચોઃ હાલારના દરિયાકિનારે વાવાઝોડાની આગાહી, બેડી બંદરની 500 બોટ પરત ફરી

14 મેના રોજ લૉ પ્રેશર સર્જાય તેવી સંભાવના છે

ગુહ રાજયપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ભારતના હવામાન ખાતાના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં આગામી તારીખ 14 મેના રોજ લૉ પ્રેશર સર્જાય તેવી સંભાવના છે. આ લૉ પ્રેશર તારીખ 16મી મેના રોજ સાયક્લૉનમાં પરિણમે તો, તેને મ્યાનમાર દ્વારા “તોક્તે” નામ અપાયેલું છે. આ સાયક્લોનની ગુજરાતના કચ્છ તથા સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં અસર થઇ શકે એમ છે. તેને ધ્યાને લઈને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સમગ્ર વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચનાઓ પણ આપી દીધી છે.

અરબ સાગરમાં લૉ પ્રેશર સર્જાશે તો કચ્છ, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં વાવઝોડાની અસર થવાની સંભાવના

વાવાઝોડુ દિવસો જતા ઉત્તર- પશ્વિમ દિશામાં આગળ વધે તેવી સંભાવના

ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, આ વાવાઝોડુ દિવસો જતા ઉત્તર-પશ્વિમ દિશામાં આગળ વધે તેવી સંભાવના છે. સાયકલોન સંદર્ભે રાજય સરકારે આગોતરા આયોજનના ભાગરૂપે સલામતીના પગલા ભરવા કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને સંબધિત જિલ્લાના કલેક્ટરોને સુસજ્જ રહેવા માટે રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવાઇ છે. જો કે એક બાજુ કોરોના છે ત્યારે આ પ્રકારની જો સ્થિતિ સર્જાશે તો વધુ કપરી સ્થિતિ સર્જાઈ શકે છે. જો કે રાજ્ય સરકારે તેના માટે લાગતા વળગતા લોકોને એલર્ટ પણ કર્યા છે.

આ પણ વાંચોઃ રાજ્યમાંથી નિસર્ગ વાવઝોડુ ફંટાયુ, અનેક વિસ્તારોમાં પવન સાથે હળવો વરસાદ

રાજ્યમાં આગામી ચોમાસાના પ્રિમોન્સૂન એકશન પ્લાનના આગોતરા આયોજન કરાયા

તેમણે ઉમેર્યું કે, "રાજ્યમાં આગામી ચોમાસાના પ્રિમોન્સૂન એકશન પ્લાન સંદર્ભે મુખ્ય સચિવ દ્વારા તમામ સંબધિતો સાથે રિવ્યુ બેઠક યોજીને આગોતરા આયોજનની સમીક્ષા કરી દેવાઈ છે. જેમાં કેન્દ્ર સરકારની વિવિધ પાંખના વડાઓ દ્વારા પણ ઓનલાઈન જોડાઈને વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી છે જે મુજબ કાર્યવાહી હાથ ધરાશે." સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ જિલ્લામાં આગામી 1લી જૂનથી ફ્લડ કન્ટ્રોલ રૂમ કાર્યરત થશે. મુખ્ય સચિવે રાજ્યના તમામ વિભાગો અને કેન્દ્રીય સુરક્ષા એજન્‍સીઓ, લશ્‍કરની ત્રણેય પાંખના પ્રતિનિધિઓ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો સહિત વહિવટી તંત્રના તમામ અધિકારીઓ સાથે ઓનલાઈન બેઠક યોજી છે.

ABOUT THE AUTHOR

...view details