- ગાંધીનગર એસટી ડેપોને (Gandhinagar ST depot) આર્થિક નુકસાન
- જો કે પહેલાં કરતા 30 ટકા આવક વધી
- પહેલા કરતાં મહિને 30 લાખનું નુકશાન
- ટ્રીપો વધતાં રૂટ પણ વધારાયાં
ગાંધીનગર : ગાંધીનગર એસટી ડેપો (Gandhinagar ST depot ) બસોની ટ્રીપો રેગ્યુલર જેટલી થઇ ગઇ છે પરંતુ કોરોનામાં નિયમ પ્રમાણે 75% સીટિંગ કેપેસિટીમાં જ પેસેન્જર્સ બેસાડવા માટે પરવાનગી આપવામાં આવી છે. જોકે આ પહેલાં 50% સીટિંગ કેપેસિટી પેસેન્જર્સને બેસાડવામાં આવતાં હતા. સીટિંગ કેપેસિટી વધતાં પહેલાંની સરખામણીમાં આવકમાં વધારો થયો છે.
ગાંધીનગર એસટી ડેપોને મહિને 30 લાખની ખોટ Corona નહોતો ત્યારે રોજના 21 હજાર જેટલા પેસેન્જર મળતાં હતાંCoronaમાં છેલ્લાં Gandhinagar ST depot ને એક વર્ષથી નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, તેમાં પણ કોરોનાની બીજી લહેર ઓછી થયા બાદ શરૂઆતના દિવસોમાં 5000થી લઇને 9000 પેસેન્જર મળતા હતાં. અત્યારે આ પેસેન્જરમાં વધારો થયો છે જેથી રોજના એવરેજ 15000 પેસેન્જર મળી રહ્યાં છે. જોકે કોરોના પહેલાં રોજના 21000 પેસેન્જરો મળતા હતાં. (GSRTC)એસટી નિગમની અત્યારે બધી બસો જુદા જુદા રૂટ પર કાર્યરત કરવામાં આવી છે પરંતુ તે છતાં પણ સીટિંગ કેપેસિટીમાં 75% પેસેન્જર નિયમ પ્રમાણે બેસાડવાના હોવાથી આવકમાં પહેલા કરતા ઘટાડો જ છે. જોકે કોરોનાની બીજી લહેર (Corona Second Wave) બાદ આર્થિક પરિસ્થિતિ સુધરી છે. આ પણ વાંચોઃ
દેશમાં ગુજરાત એસ.ટી. નિગમ મોખરે, સતત ત્રીજા વર્ષે કેન્દ્ર સરકારે ગુજરાત એસ.ટી. નિગમને સિલ્વર સ્કોચ એવોર્ડ એનાયત કર્યોકોરોનાના એક વર્ષમાં 10 કરોડનું નુકશાન થયું હતુંઆ પહેલા ગાંધીનગર એસટી નિગમને (Gandhinagar ST depot ) રૂપિયા 10 કરોડનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જોકે અત્યારે 75% સીટિંગ કેપેસિટી પેસેન્જરના કારણે થોડી આવકમાં વધારો થયો છે. પરંતુ આ પરિસ્થિતિમાં પણ મહિનાનું 30 લાખ રૂપિયાનું નુકસાન ગાંધીનગર એસટી ડેપોને (Gandhinagar ST depot ) થઈ રહ્યું છે. એસટી ડેપોને આ પહેલાં પ્રદૂષણ ઘટાડતી 4 બસો મળી હતી. તે બસો પણ જુદા જુદા રૂટ પર અત્યારે મોકલવામાં આવી રહી છે. જેમાં અમદાવાદથી સરખેજ સુધી આ બસો દોડાવવામાં આવી રહી છે. ટ્રાફિકવાળા વિસ્તારમાં આ બસો પ્રદૂષણ ઓછું હોય ત્યાં દોડાવાઈ રહી છે. જોકે આ ઉપરાંત બીજી અન્ય 20 બસો જલદી જ ગાંધીનગર ડેપોને (Gandhinagar ST depot ) આગામી બે મહિનામાં મળશે.