ભગવાન રામ સૌ ભક્તોનાં છે, ભાજપ પૂરતાં સીમિત ન રહેવાં જોઇએ : શંકરસિંહ વાઘેલા - Lalkrishna Advani
અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ ભગવાન રામના મંદિરનો શિલાન્યાસ કરવામાં આવશે. અયોધ્યાનગરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. અયોધ્યામાં દીવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. તેવા સમયે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં રામ મંદિર માટે જ્યારે યાત્રા યોજવામાં આવી હતી, તેમાં પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીનો મહત્વનો ફાળો હતો. ત્યારે ભગવાન રામ સૌ ભક્તોના છે, તે ભાજપ પૂરતાં સીમિત ન રહેવા જોઇએ.
ભગવાન રામ સૌ ભક્તોનાં છે, ભાજપ પૂરતાં સીમિત ન રહેવાં જોઇએ : શંકરસિંહ વાઘેલા
ગાંધીનગરઃ પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ અયોધ્યા મંદિરના શિલાન્યાસને લઈને ખુશીની સાથે દુઃખ પણ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, અયોધ્યા મંદિર બને તે માટે દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી દ્વારા સોમનાથ મહાદેવ મંદિરથી યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં તેમનો પણ સાથસહકાર માગવામાં આવ્યો હતો. ત્યારે બાપુએ તેમને સમર્થન આપ્યું હતું. અનેક લોકોનું સ્વપ્ન હતું કે રામ મંદિર અયોધ્યામાં બનવું જોઈએ, જે આવતીકાલે પૂરું થઈ રહ્યું છે.