- કોવિડ સમયમાં પરીક્ષા ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીએ યોજી પરીક્ષા
- તમામ વિધાર્થીઓ અને સ્ટાફના ટેસ્ટ કર્યા બાદ લેવાઈ પરીક્ષા
- સમયાંતરે તમામ લોકોના કરવામાં આવે છે RT-PCR ટેસ્ટ
- યુનિવર્સિટી કેમ્પસમાં RTPCR ટેસ્ટિંગ લેબોરેટરી
- દેશની પ્રથમ એવી યુનિવર્સિટી કે જેના કેમ્પસમાં જ ટેસ્ટિંગ સુવિધા છે
ગાંધીનગરઃ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ડિરેક્ટર એસ. એસ. જુનારાએ જણાવ્યું હતું કે, ગયા માર્ચ મહિનામાં કોરોનાની શરૂઆત થઈ હતી ત્યારે પ્રથમ ફેઝમાં જ કેન્દ્ર સરકાર દ્વારા દેશની પ્રથમ એવી યુનિવર્સિટી કે જે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને કેમ્પસમાં જ ટેસ્ટિંગ કરવાની સુવિધા આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કેમ્પસમાં કોરોના ટેસ્ટિંગની મંજૂરી આપી હતી. આ સમગ્ર દેશમાં પ્રથમ યુનિવર્સિટી છે, જેની પાસે કોરોના ટેસ્ટિંગ સુવિધા છે.
આ પણ વાંચો-કાયદાના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ અથવા Mass Promotion નહીં થાય : Bar Council of India
સમયાંતરે તમામ લોકોના થઈ રહ્યા છે કોરોના ટેસ્ટિંગ
કેમ્પસ ડિરેક્ટર એસ. ઓ. જુનારોએ વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા કોરોના ટેસ્ટિંગની સુવિધા આપતા કેમ્પસમાં તમામ લોકોના સમયાંતરે ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. જ્યારે પરીક્ષા માટે 4,200 વિદ્યાર્થીઓ અને 150થી 175 જેટલા સ્ટાફ મેમ્બર અને ફેકલ્ટીના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે, જેમાં કેમ્પસમાં 1,900 જેટલા વિદ્યાર્થીઓ રહે છે અને 180 જેટલા ફોરેનના વિદ્યાર્થીઓનો પણ કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે અલગ અલગ 33 દેશોથી ગુજરાતમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.