ગુજરાત

gujarat

ETV Bharat / city

તીડ પાકિસ્તાન થઈ બલુચિસ્તાન તરફ જશે, કૃષિ મુખ્ય અગ્રસચિવ પૂનમચંદ પરમારે આપી માહીતી - તીડના મુદ્દે પૂનમચંદ પરમારનું નિવેદન

ગાંધીનગર: ગત કેટલાક દિવસોથી બનાસકાંઠાના આસપાસના વિસ્તારોમાં તીડનું આક્રમણ વધી ગયું છે. તીડના કારણે ઉભા પાકને નુકસાન થઈ રહ્યું છે. તીડના નિયંત્રણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કુલ 130 જેટલી ટીમને કાર્યરત કરવામાં આવી છે. જેમાં શુક્રવારે માહીતી અનુસાર હવે તીડનું ઝુંડ રાજસ્થાનથી પાકિસ્તાન જઈને બલુચિસ્તાન તરફ જશે.

ETV BHARAT
તીડ હવે પાકિસ્તાન થઈને બ્લુચિસ્તાન તરફ જશે, કેન્દ્ર અને રાજ્યની 130 ટીમ કાર્યરત

By

Published : Dec 27, 2019, 4:42 PM IST

રાજ્યના કૃષિ અગ્ર સચિવ પૂનમચંદ પરમારે જણાવ્યું હતું કે, અત્યારસુધીમાં ઝેરી દવાના છંટકાવથી ૨૫ ટકા જેટલા તીડનો નાશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શુક્રવારે વધુ પ્રમાણમાં તીડનું મારણ કરવામાં આવ્યું છે. પહેલાં તીડ મારવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ ડ્રોનનો ઉપયોગ ફાયદાકારક ન હોવાથી હવે ડ્રોનનો ઉપયોગ કરવામાં નહીં આવે. ખેડૂતો તરફથી સરકારને ખાસ રજૂઆત કરવામાં આવી હતી કે, ખેતરમાં સ્પ્રીંકલિંગ સિસ્ટમ શરૂ કરવાથી તીડ ખેતરમાં ઉભા પાકમાં બેસતા નથી. જેથી રાજ્ય સરકારે હવે બનાસકાંઠાના તીડ પ્રભાવિત વિસ્તારમાં સવારે પણ વિજળી આપવાનો નિર્ણય કર્યો છે.

તીડ પાકિસ્તાન થઈ બલુચિસ્તાન તરફ જશે, કૃષિ મુખ્ય અગ્રસચિવ પૂનમચંદ પરમારે આપી માહીતી

પરમારે વધુમાં જણાવ્યું હતું કે, થરાદ તાલુકમાં તીડ નિયંત્રણનો બીજો દિવસ શરૂ છે. જેમાં શુક્રવારે ફરી લોકેશન મેળવીને તીડને મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હવે હવાની દિશા પલટવાને કારણે તીડ રાજસ્થાન તરફ વળ્યા છે. ગુરૂવારે કેન્દ્ર સરકારે તીડ નિયંત્રણની ટીમમાં વધારો કર્યો હતો. જેથી હવે રાજ્ય સરકારની 100 ટીમ અને કેન્દ્ર સરકારની 27 ટીમ કાર્યરત છે.

તીડના કારણે ઉભા પાકને નુકસાન થવા અંગે રાજ્યના કૃષિ મુખ્ય અગ્રસચિવ પૂનમચંદ પરમારે રાહત આપવાની જાહેરાત પણ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details