લૉકડાઉન 4.0 : રાજ્યમાં હેર સલૂન અને બ્યૂટી પાર્લર નહીં ખુલે, ફક્ત હોમ સર્વિસ આપી શકાશે - કોરોના લૉક ડાઉન
લોકડાઉન 4.0 કેવું રહેશે તેને લઈને રાજ્ય સરકાર દ્વારા સવારથી જ તમામ કલેકટર મ્યુનિસિપલ કમિશનર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી ઉચ્ચ અધિકારીઓ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી ચર્ચા વિચારણા કરી રહ્યાં છે. ત્યારે સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં હેર કટિંગ અને બ્યૂટી પાર્લર ખોલવા માટેની પરવાનગી આપવામાં નહીં આવે.
ગાંધીનગર : કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં 31 મે સુધી લૉક ડાઉન વધારી દેવામાં આવ્યું છે. સાથે જ નવા રંગરૂપવાળા લૉકડાઉન 4.0ની આખરી તૈયારીઓરૂપે ગુજરાત રાજ્યમાં લોકડાઉન 4.0 કેવું રહેશે તેને લઈને રાજ્ય સરકાર દ્વારા સવારથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ કલેકટર મ્યુનિસિપલ કમિશનર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી ચર્ચા વિચારણા કરી રહ્યાં છે ત્યારે સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં હેર કટીંગ અને બ્યૂટી પાર્લરની દુકાનોને ખોલવાની પરવાનગી આપવામાં નહીં આવે.
સૂત્રો તરફથી મળતી જાણકારી પ્રમાણે લોકડાઉન 4.0માં હેર સલૂન બ્યૂટી પાર્લર શરૂ કરવામાં નહીં આવે સાથે જ બ્યૂટી પાર્લર અને હેર સલૂન માલિકોને આર્થિક રીતે નુકસાન ન થાય તે માટે તેઓ ઘરે જઈને હેર કટિંગ કરી શકશે, તેવો નિર્ણય લેવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે હેર સલૂન અને બ્યુટી પાર્લરમાં વધુ પ્રમાણમાં સંક્રમણ ફેલાવવાની સંભાવના હોવાના કારણે અને વધુમાં વધુ ભીડ એકઠી થતી હોવાના કારણે બ્યૂટી પાર્લર અને હેર સલૂન બંધ રાખવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા દ્વારા લેવાઈ શકે છે. પરંતુ તેઓ ગ્રાહકોને હોમ સર્વિસ આપી શકશે તેવી ચર્ચા વિચારણા સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે.
આમ હવે રાજ્યમાં હેર કટિંગ સર્વિસ હોમ સર્વિસ તરીકે શરૂ કરવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.