સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા, નવેમ્બર માસના અંતે ચૂંટણી યોજવાની શકયતાઓ
રાજ્યમાં વિધાનસભાની ખાલી પડેલ 8 બેઠકની પેટાચૂંટણી અને કોર્પોરેશનની ચૂંટણીના ભણકારા વાગી રહ્યાં છે ત્યારે રાજ્યના ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગઈ કાલે મોડી રાત્રે કોર્પોરેશન અને નગરપાલિકાના વિસ્તારમાં સીમાંકન બાબતે પ્રાથમિક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જ્યારે કોર્પોરેશનના વિસ્તારમાં વધારો કરવામાં આવ્યો છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા
ગાંધીનગર : સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ઇવીએમ મશીનની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ચકાસણી કર્યા બાદ ઈવીએમ મશીન બરાબર કાર્યરત છે કે નહીં તે અંગે પણ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ મતદાન પ્રક્રિયામાં ઇવીએમ મશીન મુકવામાં આવશે જ્યારે મત ગણતરી દરમિયાન કોવિડ 19ને ધ્યાનમાં લઈને પણ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.