ગુજરાત

gujarat

ETV Bharat / city

LIVE: વિધાનસભામાં ચોમાસુ સત્રનો બીજો દિવસ - gujarat-assembly

Gujarat Legislative Assembly Monsoon Session
ગુજરાત વિધાનસભા

By

Published : Sep 22, 2020, 1:31 PM IST

Updated : Sep 22, 2020, 7:41 PM IST

19:06 September 22

પ્રદીપસિંહ જાડેજાનો કોંગ્રેસને જવાબ

  • અધ્યક્ષને કહ્યું ક્યારના કોંગ્રેસનું સાંભળીએ છીએ
  • કોંગ્રેસનું સાંભવવાની પણ એક હદ હોય
  • મને શાંતિથી બોલવા દો અધ્યક્ષ
  • ગુજરાત પોલીસ પર ડાઘ લાગી રહ્યા હોય તે નહિ સહન થાય

19:04 September 22

પરેશ ધનાણીના સરકાર પર ગૃહમાં આડકતરા પ્રહાર

  • આત્મનિર્ભર દારૂના અનેક કેસો ગુજરાતમાં નોંધાયા છે
  • આત્મનિર્ભર દારૂ કોની રહેમનજર હેઠળ વેચાય તે પ્રશ્ન છે
  • ગુજરાતમાં ગુંડા તત્વોનું આતંક છે
  • 15 હજારથી વધુ જગ્યાઓ પોલીસમાં ખાલી છે
  • પત્તાની રમત તે સામન્ય છે.
  • આઠમે કોઈ પત્તા રમે તેમને પણ પાસા કરવાની જોગવાઈ કરવાની તે યોગ્ય નથી

19:04 September 22

ગ્યાસુદીન શેખ

  • સરકાર જે વર્તમાન કાયદા છે, તેનો અમલ કરાવી શકતી નથી અને નવા કાયદાઓ બનાવે છે
  • નવા કાયદાનો હેતુ ફક્ત મોટી સજા બતાવીને તોડપાણી વધારવાનો

19:04 September 22

કેતન ઇનામદાર

  • 3700 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું
  • અમારા વિસ્તારનો સમાવેશ થાય જેને લઈ મુખ્યમંત્રી ને કરી રજુઆત
  • સર્વે કર્યા બાદ મધ્યગુજરાત નો સમાવેશ કરવામાં આવે
  • મુખ્યમંત્રીએ હકારાત્મક જવાબ આપ્યો છે.

16:46 September 22

ઋષિકેશ પટેલ

  • પાસા/ અસામાજિક પ્રવૃતિ સુધારા એક્ટ ઉત્તમ કાયદો
  • હવે ગુન્હેગારો છટકી શકશે નહીં
  • કાયદામાં સંશોધન સમયાંતરે કરવા જરૂરી
  • વ્યાજખોરો, દુષ્કર્મીઓ, સાયબર ક્રાઈમના ગુન્હેગારો ફફડશે
  • ગુજરાતની શાંતિ અને સલામતી વધશે

15:26 September 22

હિતુ કનોડિયા

હિતુ કનોડિયા
  • ધારાસભ્ય હિતુ કનોડિયાએ મનોરંજનના ક્ષેત્ર સાથે સંકળાયેલ કલાકારોને કોરોના વાયરસને લીધે રોજીમાં પડી રહેલ તકલીફો અંગે પત્ર લખ્યો

14:22 September 22

પ્રદીપસિંહ જાડેજા

  • આ વિધાનસભા ઐતિહાસિક રહેશે, અસામાજિક તત્વોનો સુધારા ખરડાનું પહેલું વાંચન
  • વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે જેના લીધે પાસાનો કાયદો લાવી રહ્યા છે
  • કોંગ્રેસનો એજન્ડા વ્યાજખોરોની સાથે છો કે તેમની તરફેણમાં  
  • સાયબર ક્રાઇમની અંદર કોઈ પણ ભગવાન અંગે અથવા બહેન દીકરીના નામે બિભસ્ત ટિપ્પણી કરે તો તે સરકાર ચલાવી ન લે
  • સમાજની વ્યવસ્થા સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલી જગ્યાએ તોફાન થાય તે માટે પાસાનો કાયદો લાવ્યા
  • દુષ્કર્મની ઘટનામાં કાયદોને સઘન બનાવવાનું કામ કર્યું છે
  • ઇમરાન ખેડાવાલા શા માટે જાતિ સતામણીની ઘટના વાળા ને સ્પોર્ટ કરે છે
  • જુગારના અઠ્ઠામાં લોકોના પરિવાર બરબાદ થઈ જાય છે તે માટે કાયદો લાવી રહ્યા છે
  • પાસાનો ખરડો ન હોવાથી જુગાર અઠ્ઠામાં કડક કાર્યવાહી ન કરી શકતા હતા
  • પરિવાર બરબાદ થઈ જાય તેવું સરકાર કરવા નથી માંગ
  • કોંગ્રેસને જાતિ સતામણીનો પક્ષ હોય તો અમને નથી, પાસાના સુધારાના માધ્યમથી ખરડો પસાર કરીને રહીશું
  • શાંતિ સલામતી અને સુરક્ષા જરૂરી છે
  • ફોરેન્સિક યુનિવર્સિટી અને રક્ષા યુનિવર્સિટી, લૉ યુનિવર્સિટી બનાવી
  • જેના કારણકે સલામતી સર્જાઈ છે
  • બે યુનિવર્સિટીને કેન્દ્રીય દરજ્જો મળ્યો તે ગૌરવની વાત છે
  • વર્ષો પહેલા ભગાવનની રથયાત્રામાં ચાંપતો બંદોબસ્ત રાખવો હતો
  • કોંગ્રેસની સરકારમાં રથયાત્રા બુલેટપ્રુફ રાખવી પડતી હતી
  • અમારી સરકારે ભગવાનની રથયાત્રાના દર્શન કરી શકે તે માટે અસામાજિક તત્વોને ડામવાનું કામ કર્યું છે
  • જુગાર અને દારૂ માટે એક પણ પત્ર આવ્યો નથી
  • જમાલપુરની પોલીસ ઈમરાન ખેડાવાલાની સાથેના દુષણ હોય કે સામેનું હોય તે નહિ ચલાવી લેવામાં આવે
  • આધુનિક યુગમાં સાયબર ક્રાઇમ વધી રહ્યા છે
  • સાયબર ક્રાઇમના અપરાધીઓ બેફામ રહી ફરી રહ્યા હોય તેને સરકાર ફરવા દે
  • કોંગ્રેસ સાયબર ક્રાઇમના અપરાધીને શા માટે મદદ કરી રહી છે તે દુઃખ થઈ રહ્યું છે
  • બાળ અત્યાચારના ગુન્હામાં પણ કલમોમાં સુધારો કર્યો
  • વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ કેમેરા માધ્યમથી ગુન્હો આચરી ભાગવાનો પ્રયાસ કરશે તો તેને ઝડપી પાડવામાં આવે છે
  • 4000 થી વધુ પોલીસને પોકેટ કોપ આપ્યા છે
  • નશા બંધીનો કડક કાયદો લાવ્યા છે
  • ચેઇનસ્નેચિંગ માધ્યમ લોકો બેફામ ન બને તે માટે કાયદો લાવ્યા છે
  • લાંચિયા અધિકારી માટે ACB સતર્ક છે
  • સામન્ય લોકોને રંઝાડે તે માટે ACB સક્રિય છે
  • ACB કાર્યવાહી અવિરત ચાલવાની છે
  • NRCB દ્વારા હિંસાના ગુન્હામાં સૌથી ઓછા ગુન્હામાં ગુજરાત ચોથા ક્રમે
  • જ્યારે જાતિ સતામણી અને અન્ય ગુન્હમાં ઓછા ગુન્હામાં પાંચમા ક્રમે ગુજરાત રહેલું છે
  • રાજ્યમાં 9 જેટલા સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત છે
  • એન્ટી સાયબર બુલિંગ પણ સાયબર ક્રાઇમમાં એક્ટિવ છે
  • 15000 થી વધુ ફરિયાદ આવી છે
  • જેમાં બિભસ્ત ફોટો અને કમેન્ટ આવે તે સરકાર ચલાવે નહિ
  • સુરતમાં એક કરોડના સાયબર ક્રાઇમ કરતી ગેંગને પણ ઝડપી પાડવામાં આવ્યા છે
  • વ્યાજખોરોના કારણકે પરિવારોને ધાકમાં લે તેવા લોકોને બક્સવામાં નહિ આવે
  • વ્યાજખોરોની સામે આ કાયદો લાવવો જરૂરી છે
  • જાતીય સતામણીમાં અનેક ગુન્હા મારી સામે આવ્યા છે
  • જ્યારે કોઈ નાની દીકરી પર દુષ્કર્મ કરે ત્યારે કંપાઈ જવાય છે
  • તેથી તેમાં સુધારા કરી ફાંસી સુધીની સજા લાવવી પડે છે
  • સમાજની બહેન દીકરીઓની ઈજ્જત પર સવાલ આવશે તો સરકાર નહિ ચલાવી દેવામાં આવે
  • ભારતનો ક્રાઇમ રેડમાં ગુજરાતનો ક્રાઇમ રેટ માત્ર ૨% જ છે
  • વડોદરામાં એક દુસ્કર્મની ઘટના બનતા આખું રાજ્ય હજમચી ગયું હતું
  • ત્યારે ગૃહપ્રધાન તરીકે હું વડોદરા ગયો અને પોલીસનો જુસ્સો વધારી 24 કલાકમાં આરોપીઓને દબોચી પડવાના આવ્યા
  • કોંગ્રેસ તમારે વિરુદ્ધ કરવો હોય તો કરો અમે બળતાકારીઓને છોડીશુ નહી
  • વ્યાજખોરો તરીકે હવે કોઈને પણ ચલાવી દેવામાં નહિ આવે
  • NCR અને CAAનો વિરોધ કર્યો પણ પોલીસ પર હુમલો કરી તેમના માથે પથ્થર ફેંકવામાં આવ્યા
  • અને પોલીસ સહેજ પણ ચલાવી દેવામાં નહિ આવે
  • હવે પોલીસ પર હુમલો તો પાસા થશે જ  
  • નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમ થી વૈશ્વિક સ્તરે પોલીસની સુરક્ષા ગુજરાત પોલીસે આપી છે
  • કોંગ્રેસ કોઈ પણ વિષય મૂકે તે પહેલાં વિચારણા કરે
  • કાયદાનો કોઈ દુરુપયોગ નથી આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય તે માટે મંજૂરી મળવી જોઈએ

14:21 September 22

ઇમરાન ખેડાવાલા

  • ઇમરાન ખેડાવાલા અસામાજિક તત્વોનો સુધારા વિધાયક નામંજુર કરવાની પ્રસ્તાવો  
  • સરકારે વટહુકમ બહાર પાફ્યો તેમાં કબુલ્યું છે
  • રાજ્યમાં ગુન્હાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે
  • રાજ્યમાં જુગાર અને સટ્ટાના વેપાર ચાલી રહ્યા છે
  • પોલીસ હપ્ત રાજથી બધું ચાલી રહ્યું છે
  • સંબંધિત ગુન્હાએ રાજ્યમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે
  • દારૂનો રાફડો ફાંટી નીકળ્યો છે પોલીસની રહેમનજર હેઠળ
  • આવા કિસ્સા વધી રહ્યા છે
  • આપઘાતના કિસ્સામાં પણ વધારો થઈ રહ્યો છે
  • પ્રહલાદનગરમાં એક વેપારીએ 20 લાખ સામે 1 કરોડ ચૂકવ્યા તો પણ વેપારીને ધાકધમકી બાદ આપઘાત કરવો પડ્યો
  • વ્યાજખોરોના આતંકમાં ખુબજ વધી રહ્યો છે
  • થોડાસમયે પહેલા એક પરિવારે પણ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી રહ્યા છે
  • છતાં પોલીસથી તમામ લોકો છટકી જાય છે
  • આ વટહુકમમાં સાયબર ક્રાઇમનો પણ પોલીસ અને લોકો દુરુપયોગ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે
  • પાસાના નામે રાજકીય વિરુદ્ધ લોકોને દૂર કરવાના આવી રહ્યા છે

14:21 September 22

લલિત કગથરા

  • કોઈ દર્દીઓ પર આ રીતે હુમલો થાય તો શા માટે કાર્યવાહી નહિ થતી,
  • તોફાન કર્યું છે ગળું દબાવવાની કોશિષ કરી તેના CCTV જાહેર કેમ નથી કરતા
  • મારામારીના CCTV નીકળ્યા તો તેની સામે કેમ ફરિયાદ દાખલ કરી

13:16 September 22

રાજકોટમાં કોરોના મુદ્દે નીતિનભાઈનો જવાબ-5 હજાર દર્દીઓએ લીધી સારવાર

  • રાજકોટમાં થયેલ ઘટનાના CCTV જાહેર કરવામાં આવ્યા હતા
  • દર્દી કિડનીની સારવાર કરવા દાખલ કરવામાં આવ્યા હતા બાદ કોરોના પોઝિટિવ આવતા સિવિલ દાખલ કરવામાં આવ્યા
  • કોરોના પોઝિટિવ આવતા બાજુમાં રહેલા દર્દી પર હુમલો કર્યો, બિભસ્ત શબ્દો બોલવા લાગ્યા
  • કપડાં નીકાળી તેઓ બારી પર ચઢી ગયા અને અન્ય ધમાલ કરતા હતા
  • જેથી સિક્યોરિટીએ તેમને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો
  • તપાસ કરવાના અંતે સનેપાત કરી રહ્યા હતા જે તપાસ દરમિયાન ખુલ્યું હતું
  • ભૂતકાળમાં થયેલ ચર્ચાને લઈ આરોગ્ય વિભાગની નિરાશા સાંપડી રહી છે
  • પ્રોત્સાહન આપવાનું કામ કરવું જોઈએ
  • રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બનાવ અંગેના આંકડા
  • સાડા પાંચ હજાર દર્દીઓએ કોરોનાની સારવાર લીધી છે - નીતિન પટેલ

13:13 September 22

રાજકોટ કોરોના દર્દીના મૃત્યુ અંગે પૂંજા વંશે ગૃહને પૂછ્યો સવાલ

  • સરકારી હોસ્પિટલમાં તબીબોના દુર્વ્યવહાર અનેક વખત સામે આવી રહ્યા છે
  • પત્રકારને પણ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે
  • કોરોનામાં SVPની પણ દાદાગીરીનો સામનો પત્રકાર કરી રહ્યા છે  
  • તો સરકાર આગામી દિવસમાં શુ પગલાં ભરવા માંગે છે - પૂંજા વંશ

13:12 September 22

ખેડૂતો માટે CMનું મોટું નિવેદન

  • મુખ્યપ્રધાન કિસણ સહાય યોજનાના નિયમોમાં ફેરફાર કરવા હશે તો એ કરી શકશે
  • જેમ જેમ અનુભવ થશેએ પ્રમાણે જરૂરી ફેરફાર કરવામાં આવશે
  • વિધાનસભામાં CM રૂપાણીનું નિવેદન

13:06 September 22

ગુજરાત રાજ્યમાં અસામાજિક પ્રવૃતિને લઈ ખરડો સુધારો કરવામાં આવશે

  • 1985 અને 2011માં સુધારો કરવાનો ગૃહમાં પ્રસ્તાવના
  • જેમાં જુગારની વ્યાખ્યામાં સુધારો કરવામાં આવશે.
  • સાઈબર ક્રાઈમ, જાતિય ગુનો નાણા ધીરધાર સંબંધીત ગુનાઓ કરનાર સામે અસરકારક પગલાં લેવા હેતુસર રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા સુધારા વિધેયક દાખલ કરશે.
  • જેના પર ચચર્નિા અંતે વિધેયક પસાર કરવામાં આવશે.

13:05 September 22

મંગળવાર 22 સપ્ટેમ્બર બપોરે 12 વાગે શરૂ સત્રની બેઠક

  • મંગળવાર 22 સપ્ટેમ્બર બપોરે 12 વાગે શરૂ સત્રની બેઠક
  • બેઠકમાં મુખ્યપ્રધાન કિસાન સહાય યોજના પર ટૂંકા પ્રશ્નનો જવાબ રજૂ થશે
  • નિયમ 116 અંતર્ગત ધારાસભ્ય પુંજા વંશ તાકીદની અગત્યની બાબત પર કોરોના નો મુદ્દો લાવશે
  • રાજકોટ માં તાજેતર માં સિવિલ હોસ્પિટલ ના સ્ટાફ દ્વારા દર્દીને માર મારવામાં આવતા થયેલા મૃત્યુ સંદર્ભે સરકાર દ્વારા લેવાયેલા પગલાં બાબતે પ્રશ્ન ઉઠાવશે
  • મંગળવારે પાંચ સરકારી વિધેયક રજૂ થશે
  • ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત સુધારા વિધેયક
  • ઔદ્યોગિક તકરાર ગુજરાત સુધારા વિધેયક
  • કોન્ટ્રાકટ મજૂર (નિયમન અને નાબુદી) ગુજરાત સુધારા વિધેયક
  • કારખાના ગુજરાત સુધારા વિધેયક
  • મજૂર કાયદા સુધારા વિધેયક સહિત કુલ પાંચ વિધેયક રજૂ થશે

12:50 September 22

ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્ર

  • વિધાનસભામાં આજે 5 સરકારી વિધેયક રજૂ થશે
  • ઔદ્યોગિક તકરાર ગુજરાત સુધારા વિધેયક
  • કારખાના ગુજરાત સુધારા વિધયેક
  • કોન્ટ્રેક્ટ મજૂર નિયમન અને નાબુદી સુધારા વિધેયક
  • મજૂર કાયદા સુધારા વિધેયક રજૂ થશે
  • રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીને માર મારવાનો મુદ્દો વિરોધપક્ષો ઉઠાવશે
  • નિયમ 116 અંતર્ગત MLA પૂંજા વંશ મુદ્દો ઉઠાવશે
  • અને કોરોના મુદ્દે ચર્ચા થશે
Last Updated : Sep 22, 2020, 7:41 PM IST

ABOUT THE AUTHOR

...view details