ગુજરાત

gujarat

ETV Bharat / city

આગામી અઠવાડિયામાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ થવાની સંભાવના : હર્ષદ પટેલ - ચોમાસુ

રાજ્યમાં છેલ્લાં કેટલાય દિવસથી અસહ્ય બફારો લોકો સહન કરી રહ્યાં છે. ત્યારે આજે હવામાન વિભાગની ઉચ્ચ સ્તરીય વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઇ હતી. જેમાં રાહત કમિશનર હર્ષદ પટેલ જણાવ્યું હતું કે આગામી અઠવાડિયામાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ થવાની સંભાવના છે.

આગામી અઠવાડિયામાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ થવાની સંભાવના : હર્ષદ પટેલ
આગામી અઠવાડિયામાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ થવાની સંભાવના : હર્ષદ પટેલ

By

Published : Jun 16, 2020, 8:38 PM IST

ગાંધીનગર : રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર. પટેલના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર આજે ઝૂમ ક્લાઉડ સોફ્ટવેરના માધ્યમથી યોજવામાં આવ્યો હતો. પટેલે જણાવ્યું કે હતું કે રાજ્યમાં તા.૧૫/૬/૨૦૨૦ સુધીમાં ૯૫.૨૫ મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ ૮૩૧ મીમીની સરખામણીએ ૧૧.૪૬% છે. રાજ્યના કચ્છ જિલ્લાના અબડાસા, લખપત તાલુકા તેમ જ દેવભૂમિ દ્વારકા તાલુકામાં આજ દિન સુધી વરસાદ નોંધાયો નથી. અન્ય તમામ તાલુકામાં વરસાદ ૧ મીમીથી લઈ ૨૩૨ મીમી સુધી નોંધાયો છે.

આગામી અઠવાડિયામાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ થવાની સંભાવના : હર્ષદ પટેલ
IMD દ્વારા પી.પી.ટી રજૂ કરી આગામી અઠવાડિયામાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર વિસ્તાર અને કચ્છના કેટલાક વિસ્તારમાં સામાન્યથી હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. કૃષિવિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ચાલુ વર્ષે અંદાજીત ૧૩.૯૪ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર તા.૧૫/૬/૨૦૨૦ સુધીમાં થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન ૨.૦૭ લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૧૬.૪૨ ટકા વાવેતર થયું છે. આ ઉપરાંત સિંચાઈ વિભાગ, આર & બી વિભાગ, ફોરેસ્ટ સહિતના વિવિધ વિભાગ અને સેન્ટ્રલ વોટર કમિશન, એન.ડી.આર.એફ તેમ જ એસ.ડી.આર.એફ દ્વારા પૂર્વતૈયારી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. તે ઉપરાંત તમામને આગામી વરસાદની સીઝનમાં સંભવિત આફતને પહોંચી વળવા સાવચેત રહેવા રાહત કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details