- દિવાળી બાદ શાળા શરૂ કરવાની વિચારણા
- શાળા સંચાલક મહામંડળે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો
- આગામી ૩ વર્ષ માટે પરીક્ષા પદ્ધતિ બદલવા સૂચન
દિવાળી બાદ શાળા શરૂ કરવાની વિચારણા માટે શાળા મહા મંડળ દ્વારા મુખ્યપ્રધાનને પત્ર - મુખ્યપ્રધાનને પત્ર
દિવાળી બાદ શાળાઓ શરૂ કરવા માટે સરકાર વિચારણા કરી રહી છે. ત્યારે શાળા શરૂ થતાં પહેલાં ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહા મંડળ દ્વારા મુખ્યપ્રધાનને પત્ર લખવામાં આવ્યો છે અને કેટલાક સૂચનો પણ મહામંડળ દ્વારા કરવામાં આવ્યા છે. જેના કારણે શાળા શરૂ કરતાં સમયે મદદરૂપ થઈ શકે.
School
ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા દિવાળી બાદ શાળાઓ શરૂ કરવા માટેની તૈયારીઓ કરી રહી છે ત્યારે અભ્યાસ માટે આવતા બાળકોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે કેટલાક સૂચનો કરવામાં આવ્યાં છે. કોરોનાના કારણે અભ્યાસની પદ્ધતિમાં ફેરફાર કરાયો છે. તો વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ તો કરી રહ્યાં છે, પરંતુ પરીક્ષા આપવા માટે પ્રત્યક્ષ રીતે અભ્યાસ માટેની જરૂરિયાત રહે છે. જેના લીધે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવા માટેની માગણી અને રજૂઆત કરી છે.