સુરત: જિલ્લાના આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે. તેમાંના એક જ્યોતિકા લાઠીયાએ (corporator Jyotika Lathiya left AAP) Etv Bharatને જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી તેમને બંધનમાં રાખે છે. સુરત મહાનગરપાલિકાના વિપક્ષના નેતા તેમને અવગણે છે. પ્રજાના કામો થતા નથી. તેથી તેઓ ભાજપમાં જોડાયા છે.
સવાલ: ભાજપમાં આપ સત્તાવાર જોડાયા છો તે વિશે શું કહેશો?
જવાબ: અમે નાગરિકોની સમસ્યા દૂર કરવા ભાજપમાં જોડાયા છીએ. અમે આમ આદમી પાર્ટીમાં રહીને નાગરિકોનું કાર્ય કરી શકતા નહોતા.
આ પણ વાંચો: ક્રૂરતાની પરાકાષ્ઠા : આઠ માસના બાળકનું એ રીતે માથું પછાડ્યું કે થઈ ગયું બ્રેઈન હેમરેજ, જૂઓ વીડિયો...
સવાલ: આમ આદમી પાર્ટીમાં શું સમસ્યા હતી?
જવાબ: અમારા સુરત મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરી ઘણી વાર રજૂઆત કરવા છતાં તેઓ મારા કતારગામ વોર્ડ નંબર-8માં આવતા ન હતાં. જો તેઓ એ તરફ આવે છતાં પણ અમને મળતા નહોતા. તેમણે અમને સાંભળ્યાં જ નથી.