- 20 ઓગસ્ટે 17 પોઝિટિવ કેસ નોંધાયા
- 24 કલાકમાં એક પણ દર્દીનું મૃત્યુ નહીં
- અત્યાર સુધી 4.22 કરોડથી વધુ લોકોએ લીધી રસી
ગાંધીનગર: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા 20 ઓગસ્ટના રોજ કોરોનાની યાદી બહાર પાડવામાં આવી હતી. એ મુજબ છેલ્લા 24 કલાકમાં 17 જ પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના પોઝિટિવ કેસો અને આ સ્થિતિ રહી તો બિલકુલ કેસો ઘટી સિંગલ ડિજીટમાં આવી શકે છે. જોકે રસીકરણ આમ તો 3 લાખથી વધુ થતું હોય છે પરંતુ આજે શુક્રવારે તેની સરખામણીએ ઓછું રસીકરણ થયું હતું.
- આજના દિવસે 2,75,726 લોકોનું રસીકરણ થયું
રાજ્ય સરકારની યાદી મુજબ આજે 20 ઓગસ્ટે 2,75, 726 વ્યક્તિનું રસીકરણ થયું હતું. રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન ઝડપી બનાવવા તરફ રાજ્ય સરકારનો પ્રયાસ છે. આજે પોણા ત્રણ લાખ આસપાસ રસીકરણ થયું છે. જોકે ક્યારેક 3થી 3.5 લાખ સુધી રસીકરણ થતું હોય છે. જેમાં પ્રથમ અને બીજો ડોઝ મળી અત્યાર સુધી 4,22,69,188 લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. 18 વર્ષથી 45 વર્ષનાને આજે 1,46,912 લોકોને પ્રથમ ડોઝ અપાયો હતો. જ્યારે 35,439 લોકોને બીજો ડોઝ મળ્યો હતો.
- કોર્પોરેશન વિસ્તારમાં પણ સિંગલ ડિજિટમાં કેસ