- રાજ્યમાં ગુરુવારે 19 કેસ નોંધાયા
- કોર્પોરેશન વિસ્તારમાં સિંગલ ડીજીટમાં કોરોના કેસ નોંધાયા
- 20 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ આ કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે. 9 સપ્ટેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં 19 જ પોઝિટિવ કેસ નોંધાયા છે. બીજી વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓમાંથી મોટા ભાગના જિલ્લાઓમાં 0 કેસો કોરોનાના નોંધાયા છે. ખાસ કરીને વેક્સિનની પ્રક્રિયા ઝડપી બની છે. ગુરુવારે 5.80 લાખથી વધુ લોકોને વેક્સિન આજના દિવસે આપવામાં આવી હતી.
રવિવારે 5,80,070 લોકોને વેક્સિનથી સુરક્ષિત કરાયા
9 સપ્ટેમ્બરના રોજ એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં 5,80,070 કોરોના રસીના ડોઝ અપાયા છે. ગુરુવારે ગુજરાતમાં 18 થી 45 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 2,39,757 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. 1,68,653 ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે ગુજરાતમાં કુલ 5,13,75,419 નાગરિકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે.