વિધાનસભાની ખાતરી સમિતિ તારીખ 13મી નવેમ્બર બપોરે 4 કલાકે ગાંધીનગરથી નિકળી સુરત જવા રવાના થશે અને ત્યાં રાત્રિ રોકાણ કરશે, ત્યારબાદ તારીખ 14મી નવેમ્બરે સવારે 9 કલાકે ગિરા ધોધ, વઘઈ થઈને સાપુતારા જવા રવાના થશે.
વિધાનસભાની ખાતરી સમિતિ આગામી 13થી 15 નવેમ્બર સાપુતારાના પ્રવાસે - ગિરા ધોધ
ગાંધીનગર: રાજ્ય સરકારે આપેલી ખાતરીઓ સંદર્ભે ગુજરાત વિધાનસભા દ્વારા રચાયેલી ખાતરી સમિતિ આગામી તારીખ 13થી 15 નવેમ્બરના રોજ ત્રણ દિવસ માટે અભ્યાસ પ્રવાસે જવાની છે. સમિતિ ઉદ્યોગ અને ખાણ વિભાગ તથા પ્રવાસન વિભાગ હસ્તકના ડાંગના સાપુતારા ખાતેનો નિરિક્ષણ અને સ્થળ અભ્યાસ કરશે.
વિધાનસભા
સમિતિ સાપુતારામાં પ્રવાસન સ્થળોના વિકાસ કામોની મુલાકાત લેવા ઉપરાંત ખાતરી અંગેની તપાસ કરી અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા કરી રાત્રિ રોકાણ કરશે. 15 નવેમ્બરના રોજ સવારે 8 કલાકે સમિતિ શબરીધામ જવા રવાના થશે. જ્યાં શબરીધામ અને પંપા સરોવરની મુલાકાત લેશે, ત્યારબાદ આ સમિતિ ગાંધીનગર પરત ફરશે.