ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાજપ પાસે સારા નેતા ન હોવાથી કૉંગ્રેસના ધારાસભ્યોને પાર્ટીમાં લેવા પડે છે, સુખરામ રાઠવાનું નિવેદન - Congress MLA Harshad Ribadiya resigns

કૉંગ્રેસમાંથી એક પછી એક ધારાસભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા (congress leaders join bjp) છે. ત્યારે ગુજરાત વિધાનસભાનાના વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ (leader of opposition Sukhram Rathva) ETV Bharat સાથે ખાસ વાતચીત (Gujarat Political News) કરી હતી. તે દરમિયાન તેમણે ભાજપ પાસે સારા અને શ્રેષ્ઠ રાજકારણીઓ ન હોવાનો દાવો કર્યો હતો. સાથે જ તેમણે ભાજપ પર અનેક પ્રહાર કર્યા હતા.

ભાજપ પાસે સારા નેતા ન હોવાથી કૉંગ્રેસના ધારાસભ્યોને પાર્ટીમાં લેવા પડે છે, સુખરામ રાઠવાનું નિવેદન
ભાજપ પાસે સારા નેતા ન હોવાથી કૉંગ્રેસના ધારાસભ્યોને પાર્ટીમાં લેવા પડે છે, સુખરામ રાઠવાનું નિવેદન

By

Published : Oct 6, 2022, 11:17 AM IST

ગાંધીનગરગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Elections 2022) ગણતરીના દિવસો બાકી છે. ત્યારે હવે દિવાળીની આસપાસ ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ શકે તેવી સંપૂર્ણ શક્યતા છે. જોકે, એક પછી એક કૉંગી ધારાસભ્યો ભાજપમાં જોડાતા ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ ETV Bharat સાથે ખાસ વાતચીત કરી હતી.

રાઠવાએ પરિસ્થિતિ અંગે કરી વાતચીત તાજેતરમાં જ વિસાવદરના કૉંગી ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ (Congress MLA Harshad Ribadiya resigns) કોંગ્રેસ પક્ષ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. ત્યારે કૉંગ્રેસની આ સ્થિતિ અંગે ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ (leader of opposition Sukhram Rathva) ETV Bharat સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, ભાજપ પાસે સારા અને શ્રેષ્ઠ રાજકારણીઓ જ નથી, જેથી તેઓ કૉંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં ખેંચી (congress leaders join bjp) રહ્યા છે.

ભાજપ પક્ષમાં રાજકારણીઓની અછતઃ રાઠવા

ભાજપ પક્ષમાં રાજકારણીઓની અછતઃ રાઠવાગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ (leader of opposition Sukhram Rathva) ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાજપ પક્ષમાં સારા રાજકારણીઓ નથી અને તેઓને વહીવટની કામગીરી કઈ રીતે થઈ શકે તેનું વધારે જ્ઞાન પણ નથી. જ્યારે કૉંગ્રેસના તમામ ધારાસભ્યો પાસે સારી આવડત છે. એટલે જ ભાજપ કૉંગ્રેસના ધારાસભ્યોને ગમે તેમ કરીને અથવા તો દબાણ કરીને કૉંગ્રેસ છોડાવીને ભાજપમાં (congress leaders join bjp) લઈ જાય છે.

સ્થાનિક પરિસ્થિતિ આધારે રાજીનામું: રાઠવાવિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાના (Congress MLA Harshad Ribadiya resigns) રાજીનામા અંગે સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, વિસાવદર વિધાનસભાની સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અને ભાજપના આગેવાનોના દબાણને કારણે રાજીનામું આપ્યું હોય (Congress MLA Harshad Ribadiya resigns) તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત ભાજપમાં જોડાય તો આવનારા ભવિષ્ય માટે તેમને શુભેચ્છાઓ પણ સુખરામ રાઠવાએ (leader of opposition Sukhram Rathva) પાઠવી હતી.

5 વર્ષમાં 14 રાજીનામાવર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Elections 2022) કૉંગ્રેસ પક્ષના 77 ધારાસભ્ય ચૂંટાયા હતા. ત્યારે હવે વર્ષ 2022 વિધાનસભાનો સમયગાળો પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે 5 વર્ષમાં કોંગ્રેસના 14 જેટલા ધારાસભ્યોએ પક્ષ સાથે છેડો ફાડીને રાજીનામું આપ્યું છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં હવે કૉંગ્રેસનું સંખ્યા બળ 63 (congress leaders join bjp) થયું છે.

બાકીના ધારાસભ્યો માટે ટિકીટની લડતગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly Elections 2022) અત્યારે કૉંગ્રેસના કુલ 63 જેટલા ધારાસભ્યોની સંખ્યાબળ છે. ત્યારે સુખરામ રાઠવા આ તમામ ધારાસભ્યોને ટિકીટ આપવાની જાહેરાત કરી છે. મહત્વની વાત કરીએ તો હજી પણ ભાજપ પક્ષ સાથે 3થી 4 જેટલા કૉંગ્રેસના ધારાસભ્યો સંપર્કમાં હોવાની વાત છે. ત્યારે આ બાબતે સુખરામ રાઠવાએ ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, જે પણ ધારાસભ્ય ભાજપના સંપર્કમાં છે. તે તમામ લોકોનો ફરીથી કૉંગ્રેસ સંપર્ક કરશે અને ભાજપમાં જતા અટકાવશે. આ ઉપરાંત જો કોઈ ધારાસભ્ય વર્ષ 2022થી વિધાનસભાની ચૂંટણી લડવા તૈયાર નહીં હોય તો તેના પરિવારજનોને પણ ટિકીટ આપીને તેમને પક્ષ સાચવી લેશે તેવું નિવેદન પણ સુખરામ રાઠવાએ (leader of opposition Sukhram Rathva) કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details