- રાજેન્દ્ર ત્રિવેદીએ આજે પોતાનો ચાર્જ સંબાળ્યો
- કાયદા અને મહેસૂલ વિભાગ આપવામાં આવ્યો
- વિધાનસભાના અધ્યક્ષ રહી ચુક્યા છે રાજેન્દ્ર ત્રિવેદી
ન્યુઝ ડેસ્ક: રાજ્યમાં વિજય રૂપાણીના રાજીનામાં બાદ જે વંટોળ ઉપડ્યું હતું તે હવે શાંત થતુ દેખાઈ રહ્યું છે. નવનિયુક્ત પ્રધાનો પોતાનો ચાર્જ સંભાળી રહ્યા છે. સોમવારે શ્રાદ્ધ શરૂ થતા હોવાના કારણે નેતાઓ સોમવાર પહેલા ચાર્જ લઈ રહ્યા છે. શનિવારે પણ કેટલાક નેતાઓએ પોતાનો ચાર્જ સંભાળ્યો હતો.
આ પણ વાંચો : અશોક શિલાલેખની પ્રતિકૃતિ ભવનાથમાં પુરાતત્વ વિભાગની ઉદાસીનતાનો બની રહી છે ભોગ
આજે સંભાળશે ચાર્જ
આજે(રવિવાર) નવા કાયદા અને મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી પોતાનો ચાર્જ સંભાળ્યો છે. રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભાના અધ્યક્ષ રહી ચૂક્યા છે. વડોદરામાં જન્મેલા અને વકિલાતનો અભ્યાસ કરી ચૂકેલા રાજેન્દ્ર ત્રિવેદી તેરમી ગુજરાત વિધાનસભા, 2021-17માં રાજ્યકક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યા હતા. તેઓ 2018થી વિધાનસભાના અધ્યક્ષ છે. તેમને 2016-17માં રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (સ્વતંત્ર હવાલો), યાત્રાધામ વિકાસની જવાબદારી સોંપવામાં આવી હતી.
આ પણ વાંચો : રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતના OSD લોકેશ શર્માએ આપ્યુ રાજીનામું